Get The App

વડોદરાની મંગળ બજારમાં નંખાયેલા પેવરબ્લોકની સ્થિતિ સારી હોવા છતાં બદલવાની તૈયારીથી રોષ

Updated: Apr 2nd, 2025


Google News
Google News
વડોદરાની મંગળ બજારમાં નંખાયેલા પેવરબ્લોકની સ્થિતિ સારી હોવા છતાં બદલવાની તૈયારીથી રોષ 1 - image


Vadodara Corproration : વડોદરા મહાનગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર વિકાસના નામે ખોટી રીતે નાણાનો વેડફાટ કરી રહ્યાના આક્ષેપો મંગળ બજારના વેપારીઓએ કર્યા છે. સમગ્ર મંગળ બજારમાં વેપારીઓ સહિત ગ્રાહકો અને રાહદારીઓની સગવડતા માટે કેટલાક વખત અગાઉ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. જેથી સ્થાનિક દુકાનદારો, ફેરીયાઓ સહિત રાહદારીઓ અને ગ્રાહકો તથા વાહનચાલકોને પણ પેવર બ્લોકના કારણે ખૂબ જ રાહત થઈ હતી. પેવર બ્લોકના કારણે રોડ રસ્તા પર કાયમી ધોરણે પડતા નાના-મોટા ખાડા હવે બંધ થઈ ગયા છે. જ્યારે બીજી બાજુ વેપારીઓ પણ કેવર બ્લોક માટે ખૂબ કાળજી રાખી રહ્યા છે. નિયમિતપણે પેવર બ્લોક ની સફાઈ સ્થાનિક કર્મીઓ અને દુકાનદારો સ્વયં રીતે કરતા હોય છે. આમ પેવર બ્લોકની જાળવણી ખૂબ વ્યવસ્થિત રીતે થતી હતી. હાલમાં પણ આ પેપર બ્લોક ખૂબ સારી સ્થિતિમાં છે. 

જ્યારે બીજી બાજુ શહેરમાં વિકાસના બહાને અગાઉ નંખાયેલા 80 એમ.એમના સારા બ્લોક કાઢીને નવા 60 એમ.એમના બ્લોક નાખવા બાબતે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરિણામે સ્થાનિક દુકાનદારોમાં આક્રોશ ફેલાયો છે અને પાલિકા તંત્રની નીતિ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે.

Tags :