Get The App

પાંડેસરા પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત થતા ફરી કનડગત: એક તરફી પ્રેમમાં એસિડ એટેકની ધમકી બાદ એન્કર યુવતીના ઘરમાં ઘૂસી બિભત્સ હરકત

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
પાંડેસરા પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત થતા ફરી કનડગત: એક તરફી પ્રેમમાં એસિડ એટેકની ધમકી બાદ એન્કર યુવતીના ઘરમાં ઘૂસી બિભત્સ હરકત 1 - image




- વિપીન શુકલાએ કોલ કરીને ધમકી આપી, શાદી તુજ સે હી કરૂંગા, મુજ સે શાદી નહીં કરેગી તો પૈસે દેકે મરવા દુંગા



સુરત
શહેરના પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય એન્કર યુવતીના એક તરફી પ્રેમમાં એસિડ એટેકની સાથે બિભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં જામીન મુક્ત થયેલા યુવાને પુનઃ ફોન કરી મેં તુમસે શાદી કરના ચાહતા હું, તુમને કેસ કિયા તો જેલ મે જાકે આયા, આઠ દિન મેં છુટ ગયા હું, જેલ મેં પાંચ-દસ મર્ડર કરને વાલે સે દોસ્તી હો ગઇ હે, ઉસે પૈસે દેકે મરવા દુંગા એવી ધમકી આપી જબરજસ્તી ઘરમાં ઘુસી જતા મામલો પુનઃ પાંડેસરા પોલીસમાં પહોંચ્યો છે.


પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારમાં રહેતી અને એન્કરનું કામ કરતી 28 વર્ષીય દિપીકા (નામ બદલ્યું છે) સાથે ત્રણ વર્ષ અગાઉ વિપીન ત્રિવેણીપ્રસાદ શુકલા (ઉ.વ. 39 રહે. ઓયો હોટલ, વેસુ વીઆઇપી રોડ) સોશ્યિલ મિડીયા થકી મિત્રતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મિત્રતા નહીં થતા વિપીને દિપીકાનો પીછો કરી કનડગત કરવાનું તથા સોશ્યિલ મિડીયા પ્રોફાઇલમાંથી મોબાઇલ નંબર મેળવી મેસેજ અને કોલ કરી મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરવાની તથા બિભત્સ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતા છેવટે દિપીકાએ ગત ડિસેમ્બરમાં વિપીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે દિપીકાના એક તરફી પ્રેમમાં પાગલ વિપીને પુનઃ અજાણ્યા નંબરથી કોલ કરી વિપીન બોલ રહા હું, મે તુમ સે શાદી કરના ચાહતા હું, તુમને કેસ કિયા તો મે જેલ મે જાકે આયા હું, આઠ દિન મે છુટ ગયા હું, જેલ મેં પાંચ-દસ વર્ષ મર્ડર કરને વાલે ગુંડ હે ઉન્સે મેરી દોસ્તી હો ગઇ હે, ઉસકો પૈસે દે કે તેરે કો મરવા દુંગ એવી ધમકી આપી હતી. ઉપરાંત ગત 26 જાન્યુઆરીએ અલથાણ ખાતે દિપીકા ઇવેન્ટમાં ગઇ હતી ત્યાં વિપીન પીછો કરતા ઘસી આવ્યો હતો અને મેં તુમસે હી શાદી કરૂંગા, અગર તુમને મુજ સે શાદી નહીં કિયા તો તુમ્હે છોડુંગા નહીં એમ કહી હુમલો કરવાની કોશિષ કરી હતી. પરંતુ દિપીકા ત્યાંથી ભાગી ગઇ હતી. જયારે ગત 1 ફેબ્રુઆરીએ વિપીન જબરજસ્તી દિપીકાના ઘરમાં ઘુસી શાદી કરૂંગા તો તુમસે હી કરૂંગા એમ કહી હાથ પકડી બિભત્સ હરકત કરી હતી.


Google NewsGoogle News