VIDEO: અમદાવાદ કરતા જામનગરનું એરપોર્ટ ધમધમ્યું, જાણો કેટલી ફ્લાઈટોનું સંચાલન થયું

અનંત-રાધિકાના જામનગરમાં ચાલી રહેલા પ્રી-વેડિંગ સમારોહે અનોખું આકર્ષણ જમાવ્યું

થોડા દિવસ માટે ઈન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા મળ્યા બાદ જામનગર એરપોર્ટને સતત ધમધમ્યું

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
VIDEO: અમદાવાદ કરતા જામનગરનું એરપોર્ટ ધમધમ્યું, જાણો કેટલી ફ્લાઈટોનું સંચાલન થયું 1 - image


Anant Ambani And Radhika Merchan Pre Wedding : બિઝનેસમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં ચાલી રહેલા પ્રી-વેડિંગ સમારોહે અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ સમારોહમાં દેશ-વિદેશથી ઘણાં મહેમાનો, સેલિબ્રિટીઓ અને હસ્તીઓ પધાર્યા છે. પ્રી-વેડિંગ સમારોહને લઈને જામનગર એરપોર્ટ (Jamnagar Airport)ને થોડા દિવસો માટે ઈન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા અપાઈ છે, જેના કારણે જામનગર એરપોર્ટ સતત ત્રણ દિવસ સુધી ધમધમતું રહ્યું છે. ત્યાં અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) કરતા પણ વધારે ટ્રાફિક જોવા મળી રહી છે. આ અંગેની માહિતી એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે. સિંગે આપી છે. 

86 ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ થઈ ચૂકી

જામનગર એરપોર્ટ પર 26મી ફેબ્રુઆરીથી અત્યાર કુલ 350 ડોમેસ્ટિક ફ્લાઈટ (Domestic Flight) અને 86 ઈન્ટરનેશનલ ફ્લાઈટ (International Flight) લેન્ડ થઈ ચૂકી છે અને કુલ 4500 જેટલા મહેમાનોનું આગમન થયું છે. ચોથી માર્ચથી કુલ 160 ફલાઈટ લેન્ડ કરશે. કેન્દ્ર સરકારની મંજૂરીથી ઈમિગ્રેશન તેમજ કસ્ટમ સહિતની સુવિધાઓ કરાઈ ઉપલબ્ધ કરાઈ છે. સાથે ફ્લાઇટ મૂવમેન્ટ વધારતા અન્ય સેન્ટરો પાસેથી પણ સ્ટાફ બોલાવવામાં આવ્યો છે. 

જામનગરમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ સમારોહના ત્રીજા અને અંતિમ દિવસે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અંબાણી પરિવારના મહેમાન બન્યા છે. સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ રજનીકાંત તેમના પત્ની અને પુત્રી ઐશ્વર્યા પણ પહોંચ્યા છે. રાણી મુખર્જી, રણબીર-આલિયા, સંજય દત્ત, અનિલ કપૂર સહિતના સ્ટાર્સે પણ કાર્યક્રમમાં હાજરી આપી છે.


Google NewsGoogle News