VIDEO: અનંત અંબાણી-રાધિકા મરચન્ટના લગ્ન પહેલા અંબાણી પરિવારે બંધાવ્યા 14 મંદિર
દીકરાના લગ્ન પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીની જામનગરને મોટી ભેટ
Anant Ambani And Radhika Merchant Pre Wedding : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ ટુંક સમમયાં ગુજરાતના જામનગર (Jamnagar in Gujarat)માં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. બંને કપલના 12મી જુલાઈએ લગ્ન થવાના છે. વિશ્વભરમાં જાણીતા મુકેશ અંબાણી અનંત-રાધિકાના લગ્ન ધૂમધામથી કરવા માટે કોઈપણ કસર છોડવા ઈચ્છતા નથી.
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારી શરૂ
અનંત-રાધિકાના લગ્નમાં વિશ્વભરના દિગ્ગજો સામેલ થવાના હોવાના અહેવાલ છે. કપના 12મી જુલાઈએ લગ્ન થવા છે, જોકે તે પહેલા જામનગરમાં એકથી ત્રણ માર્ચ સુધી પ્રી-પેડિંગ સમારોહ યોજાશે અને તેમાં ફિલ્મીજગતના દિગ્ગજ ચહેરાઓ શાહરૂખ ખાન-અમિતાભ બચ્ચનથી લઈને બિઝનેસ ક્ષેત્રના દિગ્ગજ મહાનુભાવો પણ સામેલ થશે. અંબાણી ફેમિલીએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનને ખાસ અને યાદગાર બનાવવા મોટું ધાર્મિક કાર્યનો આરંભ કરી દીધો છે.
અંબાણી પરિવારે 14 મંદિરો બંધાવ્યા
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ દીકરાના લગ્ન પહેલા જામનગરને મોટી ભેટ આપી છે. તેમણે દીકરાના લગ્નને યાદગાર બનાવવા 14 મંદિરો બંધાવ્યા છે. આ અગાઉ અંબાણી પરિવારે જામનગરમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું છે. નીતા અંબાણી દ્વારા શરૂ કરાયેલ પહેલ અંતર્ગત એક વિશાળ પરિસરમાં 14 નવા મંદિરોની સ્થાપના કરાઈ છે.
નીતા અંબાણીની સંસ્થા દ્વારા વીડિયો શેર કરાયો
‘નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર’ (Nita Mukesh Ambani Cultural Centre) દ્વારા એક વીડિયો શેર કરાયો છે, જેમાં મંદીર માટે ઉપયોગમાં લેવાયેલ નક્શી કામ કરેલા થાંભલા, દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુંદર ભીંચચિત્ર શૈલીના પેઈન્ટિંગ જોવા મળી રહ્યા છે.
અનંત અને રાધિકાના લગ્નની થીમ જંગલ બેસ્ડ
અનંત-રાધિકાના લગ્નની થીમ જંગલ બેસ્ડ છે. પ્રી-વેડિંગ ફંકશનની શરૂઆત રૂજ બૉલ, એવરલેન્ડમાં એક સાંજ અને ટસ્કર ટેલ્સના ટુરથી થશે. લગ્ન પહેલાના તમામ કાર્યક્રમો જામનગરના રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે.