આણંદની મોડલ-ઈન્ફ્લુએન્સરની કેનાલમાંથી મળી લાશ, ભાજપ નેતાની પત્નીના મોતનું રહસ્ય અકબંધ
Anand Crime: ગુજરાતના આણંદમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આણંદના લાંભવેલ પાસેખી પલાર થતી કેનાલમાંથી રિદ્ધિ સુથાર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ સુથારે ભાજપ નેતા રૂષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં અને તે પોતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. બંનેને દોઢ વર્ષનું બાળક પણ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે વિશે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કોડીનારના દરિયામાં થર્મોકોલ પર બેસી રમતા બે બાળકો ડૂબ્યા, બન્નેના મોત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આણંદના બોરીયાવી નગર પાલિકાના ચેરમેન અને ભાજપ નેતા રૂષિન પટેલની પત્ની રિદ્ધિ સુથારનો શુક્રવારે (21 માર્ચ) વહેલી સવાર લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં નડિયાદ ગ્રામ્ય પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. રિદ્ધીના અચાનક આપઘાત કરી લેવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, રૂષિન પટેલ થોડા સમય પહેલાં જ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત થયા હતાં. તેણે રિદ્ધિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બંનેને દોઢ વર્ષનું બાળક પણ હતું. હાલ, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ મામલે હત્યા છે કે આત્મહત્યા તે વિશે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, સાચી માહિતી તો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. રિદ્ધિના અચાનક આપઘાતથી અનેક સવાલો ઉઠ્યા છે. પરંતુ, પતિ રાજકીય વગ ધરાવતો હોવાથી ભીનું સંકેલાશે તેવી પણ ચર્ચા જોર પકડી રહી છે.