આણંદ જિલ્લા પંચાયતનું 1.16 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર
- 2025-26 માં 23.89 કરોડ સ્વભંડોળની સામે 22.73 કરોડ ખર્ચ થવાનો અંદાજ
- ગ્રાન્ટ, ટેક્સ, વ્યાજ મારફતે મેળવેલી આવકમાંથી આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન સહિતના કામો હાથ ધરાશે
આણંદ જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટ સત્રની બેઠક યોજાઈ હતી. જેમાં રૂ. ૨૩,૮૯,૭૮,૦૦૦ની સ્વભંડોળની રકમ સામે રૂ. ૨૨,૭૩,૪૬,૦૦૦નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયતનું રૂ. ૧,૧૬,૩૨,૦૦૦ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. ૧.૨૭ કરોડ, શિક્ષણ ક્ષેત્રે ૮.૧૧ કરોડ, આરોગ્ય ક્ષેત્રે રૂ. ૩૮ લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂ. ૪ લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ.૩૨ લાખ ખર્ચ કરવામાં આવશે. જેની સામે પંચાયતને સ્થાનિક કર મારફતે રૂ. ૨.૪૫ કરોડ, અન્ય કર અને ફી દ્વારા ૪.૯૦ કરોડ, વ્યાજ પેટે રૂ. ૪ લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. ૧૬ લાખ, જાહેર બાંધકામ થકી રૂ. ૫૭ લાખ, નાની સિંચાઈ દ્વારા રૂ. ૩ કરોડની આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે વૈધાનિક અનુદાન થકી રૂ. ૧૮.૭૦ લાખની આવક થવાનો અંદાજ છે.
જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, જિલ્લાના આઠ તાલુકાઓમાં આરોગ્ય કીટ માટે રૂ. ૬૪ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. દરેક તાલુકામાં ઓપીડીની સંખ્યા વધુ હોય તેવા ૮ સેન્ટરોમાં ઓટોમેટિક ટેસ્ટ મશીન મુકવામાં આવશે. જેમાં કિડની, લીવર, હ્ય્દય, કોલેસ્ટ્રોલ, વીટામીનના ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જિલ્લાના નાગરિકોને નિઃશુલ્ક સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવશે. આગામી મહિને જિલ્લાના આઠ તાલુકા મથકો ખાતે મશીન આવી જશે.
બજેટ સત્રની બેઠકમાં કુલ ૪૨ સભ્યોમાંથી ૬ સભ્યો ગેરહાજર રહ્યા હતા. ૩૬ સભ્યોની સંખ્યાથી જિલ્લા પંચાયતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
2025-26 ના વર્ષમાં અંદાજવામાં આવેલો ખર્ચ
વિગત |
ખર્ચ
(લાખમાં) |
શિક્ષણ |
૮૧૧.૫૧ |
નાની
સિંચાઈ |
૪૩૨.૦૦ |
બાંધકામ
વિભાગ |
૨૭૬.૦૦ |
સામાન્ય
વહીવટ |
૨૭૩.૭૦ |
પ્રકિર્ણ
યોજના |
૧૩૧.૦૦ |
પંચાયત
તથા વિકાસ |
૧૨૭.૦૦ |
સમાજ
કલ્યાણ |
૭૦.૦૦ |
મહિલા
અને બાળ વિકાસ |
૫૯.૦૦ |
આરોગ્ય |
૩૮.૦૦ |
પશુપાલન |
૩૨.૦૦ |
કુટુંબ
કલ્યાણ |
૧૨.૦૦ |
આયુર્વેદ |
૭.૨૫ |
ખેતીવાડી |
૪.૦૦ |