Get The App

પ્રેમની અભિવ્યક્તિનો અવસર: વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
પ્રેમની અભિવ્યક્તિનો અવસર: વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ 1 - image


આવતીકાલે ચોકલેટ ડે, અવનવી ચોકલેટની ડિમાન્ડ વધી  : ઈંગ્લીશ ગુલાબની માંગ, : યુવાઓ અને નવયુગલોમાં ખરીદીનો ધમધમાટ : અનેક સ્થળોએ સરપ્રાઈઝ પાર્ટીઓ

જૂનાગઢ, : પ્રેમની અભિવ્યક્તિના અવસર ગણાતા વેલેન્ટાઇન સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. યુવાઓ અને નવયુગલો ઉજવણીની તૈયારી આદરી છે. સપ્તાહ દરમ્યાન ઈંગ્લીશ ગુલાબ, ગિફ્ટ આર્ટિકલ, એન્ટિક જ્વેલરી સહિતની ચીજોની ખરીદી રહેશે, અનેક સ્થળોએ સરપ્રાઈઝ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આગામી 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડે ઉજવાશે. ફેબ્રુઆરી માસને વેલેન્ટાઈન મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસોની પ્રેમી પંખીડા આતુરતાથી રાહ જોતા હોય છે. આજથી  વેલેન્ટાઈન વીકની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે. જેમાં યુવાઓ સરપ્રાઈઝ ગીફ્ટ ની આપ લે કરતા હોય છે અને પાર્ટીનું પ્લાનિંગ કરે છે. દરેક દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે. જેથી કોલેજીયન યુવાઓ નવયુગલો તથા મિત્ર વર્તુળ દ્વારા આજથી સપ્તાહ દરમ્યાન દરરોજ અલગ અલગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી પ્રેમનો એકરાર કરાશે. આજે રોઝ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ફૂલોના વેપારીના જણાવ્યા મુજબ વેલેન્ટાઈન વીક અંતર્ગત ગુલાબના ફૂલોનો અગાઉથી જ સ્ટોક કર્યો છે. ખાસ કરીને ઇંગલિશ ગુલાબની વધુ માંગ રહી છે. વેલેન્ટાઇન વીક અંતર્ગત ગુલાબની કિંમતમાં પણ 15  ટકાનો વધારો થયો છે. જોકે યુવા હૈયાઓને પ્રેમની અભિવ્યક્તિ આડે ભાવ વધારો આવતો નથી. લાલ ઉપરાંત પિંક અને રંગબેરંગી ગુલાબની ખરીદી વિશેષ જોવા મળી રહી છે. એક સપ્તાહ સુધી ગુલાબની  વધુ માંગ રહેશે.

આવતીકાલે શનિવારે પ્રપોઝ ડે, રવિવારે ચોકલેટ ડે, સોમવારે ટેડી ડે, મંગળવારે પ્રોમિસ ડે, બુધવારે હગ ડે, ગુરૂવારે કિસ ડે અને અંતિમ દિવસે શુક્રવારે વેલેન્ટાઈન ડે બનાવવામાં આવશે. જૂનાગઢના કેક અને ગિફ્ટના વેપારીના જણાવ્યા મુજબ વેલેન્ટાઇન વીક અંતર્ગત ચોકલેટ અને કેકમાં અલગ અલગ વેરાઈટી તૈયાર કરવામાં આવી છે. દંપતી અને નવયુગલોમાં ચોકલેટ એસોર્ટ  બોક્સ, આઇ લવ યુ બાર, કપલ બાર, હાર્ટ બોક્ષ ચોકલેટ, પ્રિઝમ, ચોકલેટ બાર્બી, ઉપરાંત વેલેન્ટાઇન સ્પેશિયલ લવલી લોલીપોપ અને અવનવી વેરાઈટીની કેક અને ચોકલેટની માંગ છે. આ ઉપરાંત ફ્રેન્ડશીપ બેલ્ટ, રોઝ બુકે, એન્ટિક વેડિંગ જવેલરી, ડ્રેસ મટીરીયલ, મોબાઈલ અને ઇલેક્ટ્રીક આઈટમ સહિતની ચીજોની પણ ખરીદી થશે. વેલેન્ટાઇન વીકનો પ્રારંભ થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ રેસ્ટોરન્ટમાં પણ યુવાઓને આકર્ષવા નવા સુશોભન અને શણગાર જોવા મળશે.


Google NewsGoogle News