જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં એક વૃદ્ધને જાહેરમાં હેન્ડ પંપ સાથે બાંધીને માર મરાયો: વૃદ્ધ નશામાં હોવાની ચર્ચા

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં એક વૃદ્ધને જાહેરમાં હેન્ડ પંપ સાથે બાંધીને માર મરાયો: વૃદ્ધ નશામાં હોવાની ચર્ચા 1 - image


જામનગર, તા. 10 નવેમ્બર 2023 શુક્રવાર

જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં એક વૃદ્ધને જાહેરમાં હેન્ડ પંપ સાથે બાંધીને સ્થાનિક લોકોએ માર માર્યો હતો, જ્યારે કેટલાક લોકો તેમનો વિડીયો પણ ઉતારતા હતા. 

પ૫ થી ૬૦ વર્ષની વયના વૃદ્ધ દારૂ ના નશામાં ચકચુર હોવાનું મનાઈ રહ્યું છે. જોકે કયા કારણ સર તેઓને માર મારવામાં આવ્યો, તે જાણી શકાયું ન હતું પરંતુ મોડેથી પોલીસને જાણકારી મળતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.


Google NewsGoogle News