Get The App

અભ્યાસના ટેન્શનમાં વરાછામાં ઇન્ટર્ન ડૉકટરે ફાંસો ખાઇ આપઘાત કર્યો

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
અભ્યાસના ટેન્શનમાં વરાછામાં ઇન્ટર્ન ડૉકટરે ફાંસો ખાઇ આપઘાત કર્યો 1 - image


- નવી સિવિલમાં ફરજ બજાવતી જ્હાનવી વઘાસીયા કેટલાક સમયમથી માનસિક તાણ અનુભવતી હતીઃ ભાઇ-બહેન ડોકટર છે

 સુરત,:

વરાછામાં રહેતી અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ઇન્ટન ડોકટરે બુધવારે રાતે અભ્યાસના લીધે ટેન્શનમાં આવીને ગળે ફાંસો ખાઇ  જીવન ટુંકાવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ અમરેલીમાં ધામેલગામની વતની અને હાલમાં વરાછા રોડ પર હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી. જોકે બુધવારે રાતે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે કહ્યુ કે, જાનવીએ છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના લીધે માનસિક તાણ અનુભવતી હોવાથી સારવાર કરતા હતા અને દવા ચાલતી હતી. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેનો એક ભાઇ અને એક બહેન ડોકટર છે. તેના પિતા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે.


Google NewsGoogle News