Get The App

સુરતમાં જુનિયર કેજીમાં ભણતી માસૂમ બાળકીને શિક્ષિકાએ 35 થપ્પડો મારી, પીઠ પર લાલ ધબ્બા દેખાયા

બાળકી શાળાએથી ઘરે આવી ત્યારે માતાને યુનિફોર્મ બદલાવતી વખતે તેના શરીર પર ઇજાના નિશાન દેખાયા

સ્કૂલમાં લગાવેલા સીસીટીવીમાં શિક્ષિકા માસૂમ બાળકીને ક્રૂરતા પૂર્વક માર મારતી દેખાય છે

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
સુરતમાં જુનિયર કેજીમાં ભણતી માસૂમ બાળકીને શિક્ષિકાએ 35 થપ્પડો મારી, પીઠ પર લાલ ધબ્બા દેખાયા 1 - image



સુરતઃ (Surat)શહેરમાં શિક્ષિકાની ક્રૂરતા સામે આવી છે. (junior KG Student)જુનિયર કેજીમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીને શિક્ષિકાએ પીઠ પર 35 અને ગાલ પર 2 તમાચા માર્યા હોવાની ઘટના સામે આવી છે. (teacher beat)જેથી વિદ્યાર્થિનીના પરિવાર સહિત અન્ય વિદ્યાર્થીઓના પરિવારમાં પણ રોષ ફેલાયો છે.(sadhana niketan school) આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હોવાથી હવે શિક્ષિકા સામે પગલાં લેવામાં આવે છે કે નહીં તે આગળનો સમય બતાવશે. 

શિક્ષિકાએ 35 વખત થપ્પડ માર્યાનો વાલીએ આક્ષેપ કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં કારગીલ ચોકની સાધના નિકેતન સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 35 વખત થપ્પડ માર્યાનો વાલીએ આક્ષેપ કર્યો છે. બાળકીના માતા પિતાએ ફરિયાદ કરતાં જણાવ્યુ છે કે, બાળકી જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલાવતી વખતે તેના શરીર પર ઇજાના નિશાન દેખાયા હતા. ત્યાર બાદ માતાપિતાએ તેને પૂછતા બાળકીએ કહ્યુ હતુ કે, ટીચરે માર્યુ છે. આ શરમજનક ઘટના શાળાના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ છે. જેમાં શિક્ષિકા વિદ્યાર્થિનીને મારતી હોય તેવું દેખાઇ રહ્યુ છે. આ ઘટનાના સીસીટીવી વાયરલ થઈ જતાં શહેરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.

શિક્ષણ વિભાગ આવી કોઇપણ પ્રકારની બાબત ચલાવશે નહીંઃ DEO

સુરતના શિક્ષણ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો શિક્ષિકા દોષમાં હશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. શિક્ષિકાએ આવું કેમ કર્યું તે અંગે પણ તપાસ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ આવી કોઇપણ પ્રકારની બાબત ચલાવશે નહીં. જયારે બાળકીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મારી પત્નીનો મને ફોન આવ્યો હતો કે, દીકરીને શાળાના શિક્ષકે માર માર્યો છે. તેની પીઠ પર માર માર્યાના લાલ ચાંભા છે. એટલે હું સ્કૂલે પાછી જઉં છું. તેથી મેં એને કહ્યુ હતુ કે, તું જા હું પણ આવું છું. અમે ત્યાં પહોંચ્યા પણ શાળા બંધ થઇ ગઇ હતી. મેં પ્રિન્સિપલને મળીને આ અંગેની ફરિયાદ કરી હતી. તેમણે મને જવાબ આપ્યો હતો કે, હું સીસીટીવી ચેક કરી લઇશ. અમે પણ સીસીટીવી જોયા તેમાં શિક્ષકાએ 35 થપ્પડ મારી છે.અમે શિક્ષિકા પર કેસ દાખલ કરીશું. 

સુરતમાં જુનિયર કેજીમાં ભણતી માસૂમ બાળકીને શિક્ષિકાએ 35 થપ્પડો મારી, પીઠ પર લાલ ધબ્બા દેખાયા 2 - image


Google NewsGoogle News