"આર્કિટેક્ટ ઓફ અમૃતપથ" સુરતના પર્યાવરણ પ્રેમીએ પ્રધાનમંત્રીથી પ્રેરિત થઈને પર્યાવરણ પર લખી પુસ્તક, 3.50 લાખ વૃક્ષોનો કર્યો ઉછેર
સુરત,તા.15 જુન 2023,ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ થઈ ગયા છે અને તેમની દ્વારા કરવામાં આવેલા અનેક નિર્ણયો અને કાર્યો તેમના પ્રશંસકો માટે હંમેશાથી ઉત્સુકતાનો વિષય રહ્યો છે ત્યારે તેમના આ બે નવ વર્ષના કાર્યકાળ દરમિયાન પર્યાવરણને લઈને મહત્વના નિર્ણયો લેવાયા છે તેમનાથી પ્રભાવિત થઈ ગુજરાતના એક ઉદ્યોગપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર એક પુસ્તક લખી નાખી છે. આર્કિટેક્ટ ઓફ અમૃતપથ નામની પુસ્તક સુરતના ઉદ્યોગપતિ અને પર્યાવરણ માટે હંમેશા કાર્યરત રહેનાર વિરલ દેસાઈ દ્વારા લખવામાં આવી છે.
પર્યાવરણવાદી અને સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા આ પુસ્તક આર્કિટેક્ટ ઓફ અમૃતપથનું વિમોચન સુરત પોલીસ કમિશનર અજય કુમાર અને જાણીતા લેખક જય વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન પર્યાવરણીલક્ષી કાર્યો વિશે જે વિસ્તૃત માહિતી છે તે અંગેની ચર્ચા પુસ્તકમાં કરવામાં આવી છે. આ પુસ્તક બે ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાતી અને અંગ્રેજીમાં પુસ્તક વાંચકો વાંચી શકશે.
સુરતના પર્યાવરણ પ્રેમીએ પ્રધાનમંત્રીથી પ્રેરિત થઈને પર્યાવરણ પર લખી પુસ્તક, 3.50 લાખ વૃક્ષોનો કર્યો ઉછેર#Surat #ArchitectofAmritpath #VialDesai pic.twitter.com/q6QV1xPxxA
— Gujarat Samachar (@gujratsamachar) June 15, 2023
વિરલ દેસાઈ દ્વારા અનેક પર્યાવરણીલક્ષી કાર્યો કરવામાં આવ્યા છે ખાસ કરીને સુરતના ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવામાં તેમનો મહત્વનું યોગદાન છે. વિરલ દેસાઈ જાણીતા ઉદ્યોગપતિ છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પોતાના ઉદ્યોગ સાથે તેઓ પર્યાવરણ લક્ષી કાર્યો કરતા રહ્યા છે આજ દિન સુધી તેઓએ દક્ષિણ ગુજરાતમાં આશરે સાડા ત્રણ લાખથી પણ વધુ વૃક્ષો લગાડ્યા છે.તેમના પર્યાવરણલક્ષી કાર્યો ના કારણે આજ દિન સુધી નેશનલ એનર્જી કંજરવેશનનાં પાંચ જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. અને તેમાં પણ ચાર ગોલ્ડન ટ્રોફી મળી છે અને આ એવોર્ડ તેમને ત્રણ અલગ અલગ રાષ્ટ્રપતિઓના કાર્યકાળમાં મળ્યા છે. એટલું જ નહીં ચાર વખત બેસ્ટ ઇન્ડસ્ટ્રી ઓફ ગુજરાત ફોરમેન્ટલ પ્રોટેકશન એવોર્ડ મળી ચૂક્યો છે તેમને યુકેમાં ભારત ગૌરવ એવોર્ડ પણ મળયો છે અને વિયતનામમાં ડોક્ટરટની ડિગ્રી એનાયત કરવામાં આવી ચૂકી છે. સાથે ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ એક્શન સિટીઝન. એવોર્ડ 2021 મળી ચૂક્યું છે.
પોતાની પુસ્તક અંગે તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને પોતાના કાર્યકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી પર્યાવરણ લક્ષી અનેક કાર્યો કર્યા છે સાથે મિશન લાઈફથી લઈને તેઓએ નમામિ ગંગે તેમજ સ્વચ્છ ભારત જેવી અનેક ભગીરથ કાર્યોની શરૂઆત કરી છે ખાસ કરીને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં તેઓએ મહત્વનો નિર્ણય સફળતાઓ પ્રાપ્ત કરી છે. પર્યાવરણ પ્રેમી છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યો થી પ્રેરિત થઈ હું દેશના નાગરિકોને તેમના કાર્ય વિશે જણાવવા માટે આ પુસ્તક લખી છે આ ખૂબ જ સરળ ભાષામાં છે અને સામાન્ય વ્યક્તિ સહેલાઈથી આ તેમના કાર્યોને પુસ્તકના માધ્યમથી જાણી શકશે.