Get The App

નર્મદા કેનાલ પર બ્રિજના કામ વખતે લોખંડનો ગડર વાગતા એન્જિનિયરનું મોત

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
નર્મદા કેનાલ પર બ્રિજના કામ વખતે લોખંડનો ગડર વાગતા એન્જિનિયરનું મોત 1 - image


Vadodara : વડોદરામાં સાવલી તાલુકાના રાણીપુરા ગામની નર્મદા માઇનોર કેનાલ ઉપર બ્રિજનું કામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ચાલી રહ્યું છે. સાંજના સુમારે આ બ્રિજના કામ દરમ્યાન લોખંડની ભારે ગડર ક્રેનથી ઊંચકી હટાવાતી હતી ત્યારે પ્રીમિયર એન્જિનિયરિંગ એન્ડ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરતા સિનિયર સાઈટ એન્જિનિયર રનિત રનથ ભદ્રા (રહે.પશ્ચિમ બંગાળ) ગડરની બાજુમાં ઊભા રહી ગડર સાથે લગાવેલ બેલ્ટ ચેક કરતા હતા, ત્યારે ગડરનો ઝટકો અચાનક શરીરમાં વાગતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.


Google NewsGoogle News