Get The App

ત્રાપજ ગામના વળાંક પાસે થયેલા અકસ્માતમાં સથરા ગામના વૃદ્ધનું મોત

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
ત્રાપજ ગામના વળાંક પાસે થયેલા અકસ્માતમાં સથરા ગામના વૃદ્ધનું મોત 1 - image


- વૃદ્ધ લિફ્ટ લઈને બાઈકમાં પોતાના ગામ જઈ રહ્યાં હતા ત્યારે

- અલંગ પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

તળાજા : તળાજા તાલુકાના સથરા ગામના વૃદ્ધ ત્રાપજ નજીકના ગઢડા પ્રસંગમાં હાજરી આપી અલંગ જઈ રહ્યાં હતા ત્યારે ત્રાપજ ગામના વળાંક પાસે સર્જાયેલા અકસ્માતમાં સથરા ગામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અલંગ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તળાજા તાલુકાના કઠવા ગામે રહેતા લાખાભાઈ ભગવાનભાઈ બાંભણિયાએ અલંગ પોલીસ મથકમાં જીજે-૦૪-એડબલ્યુ-૯૪૮૦ નંબરના ડમ્પરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ બગદાણાથી કઠવા ગામ તરફ જઈ રહ્યાં હતા ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ત્રાપજ બસ સ્ટોપ પાસે પહોંચતા તેમના ગામના અશ્વિનભાઈ ત્રિવેદીના સસરા ભીખાભાઈ ભગવાનભાઈ બારૈયા (ઉ.વ.૯૧) ત્યાં ઉભા હતા જેઓને કઠવા ગામ આવવું હોય તેમને બાઈક પર બેસાડી કઠવા ગામ જવા નિકળેલા અને ત્રાપજ ગામે અલંગ રોડે વળાંકમાં પુલ પાસે પહોંચ્યા ત્યારે ઉક્ત ડમ્પરના ચાલકે પાછળથી ભટકાડી અકસ્માત સર્જતા પાછળ બેસેલા ભીખાભાઈ બારૈયા નીચે પડી જતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ ભીખાભાઈ ભગવાનભાઈ બારૈયા (ઉ.વ.૯૧)નું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે તેઓ પણ પડી જતાં તેમના બંને પગે મુંઢ ઈજાઓ પહોંચી હતી. આ અંગે અલંગ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News