જામનગર જિલ્લાના ધ્રોળ અને જોડિયામાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં એક બુઝુર્ગ તથા એક યુવાન ઘાયલ
જામનગર જિલ્લાના ધ્રોળ તેમજ જોડીયામાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા. જેમાં એક બુઝુર્ગ તેમજ 21 વર્ષના એક યુવાનને ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અકસ્માતનો પ્રથમ બનાવ ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે બન્યો હતો. જ્યાં પુર ઝડપે આવી રહેલા જીજે ૨૦ બી.એચ. 3046 નંબરના બાઈકના ચાલકે અન્ય એક મોટરસાયકલને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો, અને તે બાઈકના ચાલક આર્યન પટેલ (21)ને ઈજા થઈ હતી, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ના પિતરાઈ ભાઈ દર્શન પટેલે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. એસ. દલસાણીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
અકસ્માત નો બીજો બનાવ જોડીયા પંથકમાં બન્યો હતો. જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા છગનભાઈ તરસીભાઇ નકુમ નામના 60 વર્ષના સતવારા બુઝુર્ગ હડીયાણા ગામના પાટીયા પાસે ચાલીને જઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે 10 સી.એન. 4161 નંબરની કારના ચાલક જયસુખભાઈ નકુમે તેઓને ઠોકરે ચડાવ્યા હતા, અને ફ્રેક્ચર સહિતની ઈજા થવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.