લાલપુર તાલુકાના ભણગોર ગામમાં સાયબર ક્રાઈમ સંદર્ભે અવેરનેસ કાર્યક્રમ યોજાયો
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ ના અશોક કુમાર યાદવ તથા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ એ જિલ્લામાં ક્રાઈમ કોન્ફરન્સ અનુસંધાને આપેલા માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા ગઈકાલે "સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ" નું આયોજન લાલપુરના ભણગોર ગામ માં આવેલી શ્રી ઉચ્ચતર માધ્યમીક શાળામાં કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમા ૮૦ જેટલા વિદ્યાર્થીઓને તથા ૫ શિક્ષકો તથા સરપંચ તેમજ ૧૫ ગ્રામજનો ને વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસ પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થી ઓ સાયબર સુરક્ષા અંગે વધુ સચેત રહી શકે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલ પેજ પર નવી માહિતી શૅર કરીને, લોકોને સતત સાયબર ફ્રોડ ની નવિન ઘટના ઓ વિશે માહિતગાર કરવામાં આવે છે.
આ કાર્યક્રમનું આયોજન પો.ઇન્સ. તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પો.સ.ઇ., પો.હેડ.કોન્સ્ટેબલ અને પો.કોન્સ. એ આ કાર્યક્રમના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમજ લાલપુર પો.સ્ટે. પો.સ.ઇ. તથા તેમની ટિમ જોડાઈ હતી.