અમેરિકાની બિઝનેસ વુમને સુરતના અનાથાશ્રમમાંથી બાળકીને દત્તક લીધી
વિદેશી દ્વારા સુરતથી ચાઇલ્ડ એડોપ્શન
- એડોપ્શન રેગ્યુલેશન-2022 ના અમલીકરણ બાદ પહેલો કિસ્સો, અગાઉ 2017 માં સ્પેનના દંપતીએ સુરતની બાળાને દત્તક લીધી હતી
સુરત
સવા વર્ષ અગાઉ માતા પિતા દ્વારા તરછોડાયેલી બાળકીના ભાગ્ય
ખુલી જતા અમેરિકામાં રહેતી બિઝનેસ વુમન અને સિંગલ મધર ક્રિસ્ટીન એડીસે ત્રણ વર્ષની
બાળકી દત્તક માટે પસંદ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા જરૃરી કાર્યવાહી પૂર્ણ કરીને બાળકીને
દત્તક આપી હતી. એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ના અમલીકરણ બાદ સુરતમાં ભારત દેશની બહાર બાળક
ને દત્તકનો પહેલો કેસ સુરત જિલ્લામાં બન્યો હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
સવા વર્ષ અગાઉ સુરતના કતારગામના અનાથાશ્રમમાં પોલીસ દ્વારા એક તરછોડાયેલી બાળકી ચેતના (નામ બદલ્યું છે ) ને મૂકવામાં આવી હતી. સાથે જ નિયમ મુજબ આ બાળકીને કોઈ વ્યક્તિ દત્તક લઈ શકે તે માટે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (કારા) વેબસાઇટ પર બાળકીના ફોટો સાથે વિગતો મૂકવામાં આવી હતી. આ બાળકી અમેરીકાના ન્યુયોર્ક સિટીની નિવાસી સિંગલ મધર અને બિઝનેસ વુમન ક્રિસ્ટીન એડીસને પસંદ આવી જતા દત્તક લેવા જરૃરી ફોર્માલિટી શરૃ કરી હતી. આ બાળકીને દત્તક લેવી હોય તો નવા નિયમ મુજબ જિલ્લા કલેકટરનો આદેશ ફરજિયાત લેવો પડે છે. આથી જીૅીબૈચન છર્ર્ગૅૌહ છયીહબઅ (જીછછ) સુરત દ્વારા એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ પ્રમાણે બાળકીને સોંપવા માટેની પ્રકિયા હાથ ધરી હતી. સાથે જ બાળકીનો પાસપોર્ટ તૈયાર કરવા માટે આદેશ કરતા ૪.૯.૨૪ ના રોજ પાસપોર્ટ મળ્યો હતો.આથી જિલ્લા કલેકટર ડો સૌરભ પારઘીએ ૫.૯.૨૪ ના રોજ એડોપ્શન ઓર્ડર કર્યો હતો.અને બાળકીની માતા અમેરિકાથી સુરત આવતા આજે જિલ્લા કલેક્ટર દ્વારા સિંગલ મધર ક્રિસ્ટીન એડીસને એડોપ્શન ઓર્ડર અન્ય જરૃરી દસ્તાવેજ સાથે બાળકી ને સોંપવામાં આવી હતી અને બાળકીના ઉજ્વવલ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
આ અંગે સુરત જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી વિજય પરમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ અમલીકરણ બાદ બાળક દત્તક લેવામાં આવે તો જિલ્લા કલેકટરનો આદેશ ફરજિયાત છે. આથી આ રેગ્યુલેસન એકટ હેઠળ ભારત દેશની બહાર બાળક દત્તક લેવાની પ્રક્રિયાનો આ પ્રથમ કેસ છે. બાળકી તેની માતા સાથે પોતાના વતન અમેરિકા જવા રવાના થઈ છે.
2017 પછી સુરતમાંથી બીજી બાળકી દત્તક લેવાઈ
સુરત શહેરમાંથી સને ૨૦૧૭ માં એક બાળકી સ્પેન ના દંપતીએ દત્તક
લીધી હતી.ત્યારબાદ સાત વર્ષ પછી આ બીજી બાળકી ને અમેરિકાની સિંગલ મધર દ્વારા દત્તક
લેવામાં આવી છે.
બાળકીને ગળામાં કાણું હોવાથી વધુ સારવાર અમેરિકામાં થશે
આ બાળકીને માતા પિતા દ્વારા ત્યજી દેવતા સુરત પોલીસ અધિકારી દ્વારા ૮.૫.૨૩ ના રોજ કતારગામ
ખાતેના અનાથાશ્રમમાં મૂકવામાં આવી હતી. તે વખતે બાળકીના ગળામાં કાળુ હોવાથી અનાથાશ્રમના સંચાલકો અને બાળ સુરક્ષા અધિકારી
દ્વારા ખાસ કાળજી લેવામાં આવી હતી. ગળામાં તકલીફનું ઓપરેશન પણ કરાવ્યું હતું.આ
બાળકીનું નસીબ ખુલી જતા ૧ વર્ષ ૩ મહિના અને ૧૫ દિવસ અનાથાશ્રમમાં રહ્યા બાદ હવે
માટે સાથે અમેરિકા જવા ઉપડી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ બાળકીનો હવે ગળાની તકલીફ
નો ઈલાજ અમેરિકામાં થશે.
એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ શું છે ?
કેન્દ્ર સરકાર દ્વારા એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ અંતર્ગત બાળક દતકની પ્રક્રિયા માટે ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા
છે. પહેલા બાળક દત્તક લેવામાં આવે તો કોર્ટ દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થતી
હતી, પરંતુ એડોપ્શન રેગ્યુલેશન, ૨૦૨૨ના અમલીકરણ બાદ બાળક દત્તક લેવામાં આવે તો ડિસ્ટ્રિક્ટ
મેજિસ્ટ્રેટના આદેશ ફરજિયાત છે. આ એકટ હેઠળ
જિલ્લા કલેકટર ડો સૌરભ પારઘીએ સૌ પ્રથમ હુકમ કર્યો છે.