રાજકોટમાં 100 ડોકટરો આવ્યા કોરોનાની ઝપેટમાં : IMA નું રેડ એલર્ટ
રાજકોટ, તા. 10 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
રાજકોટમાં કોરોનાના કેસો આજે 4100 ઉપર પહોંચ્યા છે અને રોજ 25થી 30 લોકોના કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા છે અને સ્થિતિ ઘણી ગંભીર બની રહી છે ત્યારે કોરોના સહિત રોગોની સારવાર કરતા શહેરના 125 જેટલા ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઇઆઇએ દ્વારા શહેરના તબીબો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું કે આમ તો દેશભરના ડોક્ટરો માટે અગાઉ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું પરંતુ હવે રાજકોટની સ્થિતિ ગંભીર બનતા તે રાજકોટને વધુ લાગુ પડી રહ્યું છે.
વસ્તીની સાપેક્ષે રાજકોટ અમદાવાદ કરતાં પણ ઘણી ગંભીર સ્થિતિ છે ત્યારે તબીબોને સ્ટાન્ડર્ડ માસ્ક વાપરવા અને અન્ય નિયમો પાડવા ઉપરાંત દર્દીને શક્ય ત્યાં સુધી રૂબરૂ નહીં મળવા અને મળવાનું થાય તો માત્ર એક દર્દીને ડિસ્ટન્સ રાખીને મળવા તમામ તબીબોને જણાવ્યું છે.
બાળરોગ નિષ્ણાત ડોક્ટરો કોરોનાની વધુ ઝપટે ચડ્યા છે ત્યારે તેમની વિશેષ તકેદારી રાખવા પણ જણાવાયું છે. મેડીકલ એસોસિએશન એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે લોકોને મહામારી તે બચાવવાનું કામ કરતા તબીબો પોતેજ મહામારીનો ભોગ બને તો સ્થિતિ વધુ ગંભીર થાય આથી દરેકને ધ્યાન રાખવા જણાવ્યું છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ખુદ કોરોના વોરિયર્સ પણ હવે તેમાંથી બાકાત રહ્યા નથી. હાલમાં કોરોના સંક્રમણ રોકવાની સ્ટ્રેટેજી મુજબ ચોક્કસ બિલ્ડિંગથી ઓફિસ વગેરેમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.
કોરોના કાળમાં ભાજપના નેતાઓની રેલીઓ યોજાય છે. પરંતુ નવરાત્રિ યોજાશે કે કેમ તે ન હજુ નક્કી નથી..તેવામાં રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ એસોશિએશને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જો નવરાત્રીને મંજૂરી નહી મળે તો આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષોના કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ નહી આપવાનો નિર્ણય કર્યો છે. સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ ઑનર્સ એસોસિએશનના નિર્ણયમાં રાજકોટ, મોરબી, ગોંડલ અને જસદણના 400 ધંધાર્થીઓ જોડાયા છે. રાજકોટ જિલ્લામાં આશરે ચાર હજાર લોકો રોજીરોટી સાથે જોડાયેલા છે.
સૌરાષ્ટ્રના મુખ્ય હબ ગણાતા રાજકોટમા કોરોના બેકાબુ બન્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 દર્દીઓના મોત થયા છે.તો બીજીતરફ હોસ્પિટલો હાઉસફુલ થવા જઈ રહી છે. રાજકોટમાં કોવિડ સારવાર ધરાવતી 650 બેડની હોસ્પિટલ માત્ર 22 બેડ જ ખાલી છે..છેલ્લા એક સપ્તાહમાં 12 બાળકો કોરોના સંક્રમિત થયા છે. દરરોજ રાજકોટમાં 25થી 30 દર્દીઓના મોત થયા છે..અનેક પરિવારો નોંધારા બની રહ્યા છે. રાજકોટમાં સરેરાશ રોજ 25થી 30 દર્દીઓના મોત થયા છે.