Get The App

25 અને 26મી જાન્યુઆરીએ જામનગરના આકાશમાં સર્જાશે અદભુત દ્રશ્યો, એરફોર્સની ટીમ કરશે 'એર શૉ'

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
25 અને 26મી જાન્યુઆરીએ જામનગરના આકાશમાં સર્જાશે અદભુત દ્રશ્યો, એરફોર્સની ટીમ કરશે 'એર શૉ' 1 - image


Air Show In Jamnagar : પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં આવતીકાલે શનિવારે અને 26મી જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શૉ યોજવામાં આવશે. જેને લઈને 9 વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે. આ ટીમના પાયલોટ અને કોમેન્ટેટર દ્વારા આજે શુક્રવારે જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ સહિત મીડિયાને સૂર્યકિરણની ટીમની કામગીરી, એર શૉ સહિતની જાણકારી આપી હતી. 

25 અને 26મી જાન્યુઆરીએ જામનગરના આકાશમાં સર્જાશે અદભુત દ્રશ્યો, એરફોર્સની ટીમ કરશે 'એર શૉ' 2 - image

બે દિવસીય એર શૉનો આવતીકાલથી શરૂ

જામનગર ખંભાળિયા હાઈવે સ્વામીનારાયણ મંદીરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શૉ જોવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 25 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીના રોજ બપોરે 2:15 વાગ્યાથી એર શૉ યોજાશે. 

25 અને 26મી જાન્યુઆરીએ જામનગરના આકાશમાં સર્જાશે અદભુત દ્રશ્યો, એરફોર્સની ટીમ કરશે 'એર શૉ' 3 - image

દુનિયાભરમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 700થી વધુ પ્રદર્શન 

સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)ની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે. SKAT દ્વારા ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શન કરવામાં આવ્યા છે. SKATમાં ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ ધરાવતા 9 હૉક Mk132 વિમાનો સામેલ કરાયા છે. જ્યારે ટીમમાં 14 પાયલોટ રહેશે. ટીમ લીડર Su-30 MKI પાયલોટ ગ્રુપ કેપ્ટન અજય દાશરથી છે. જ્યારે ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિક છે. અન્ય પાઈલટોમાં સ્ક્વોડ્રન લીડરોમાં જસદીપ સિંહ, હિમખુશ ચંદેલ, અંકિત વશિષ્ઠ, વિષ્ણુ, દિવાકર શર્મા, ગૌરવ પટેલ, એડવર્ડ પ્રિન્સ, કોમન ડબલ્યુ રાજેશ, લીડર ડબલ્યુ રાજેશ, કમાન્ડર અર્જુન પટેલ, વિંગ કમાન્ડર કુલદીપ હુડ્ડા અને વિંગ કમાન્ડર એલન જ્યોર્જ રહેશે.

25 અને 26મી જાન્યુઆરીએ જામનગરના આકાશમાં સર્જાશે અદભુત દ્રશ્યો, એરફોર્સની ટીમ કરશે 'એર શૉ' 4 - image

આ પણ વાંચો: બે દિવસ માટે નળસરોવર પર જનતા માટે પ્રવેશબંધી, 25-26 જાન્યુઆરીએ યોજાશે પક્ષી ગણતરી

ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી, સ્ક્વોડ્રન લીડર સંદીપ ધાયલ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ મનીલ શર્મા કરી રહ્યા છે. ટીમના કોમેન્ટેટર અને એડમિનિસ્ટ્રેટર ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ છે અને ટીમના ડોક્ટર સ્ક્વોડ્રન લીડર સુદર્શન છે. 


Google NewsGoogle News