Get The App

યુકેના વર્ક પરમીટના નામે છેતરપિંડી કરનાર એજન્ટ 7 મહિને વાપીથી પકડાયો

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
યુકેના વર્ક પરમીટના નામે છેતરપિંડી કરનાર એજન્ટ 7 મહિને વાપીથી પકડાયો 1 - image


Vadodara Visa Fraud : વડોદરામાં એક વિદ્યાર્થી પાસે યુકેના વર્ક પરમીટ અપાવવા નામે છેતરપિંડી કરનાર એજન્ટ 7 મહિના બાદ પકડાયો છે.

વડોદરાના એક વિદ્યાર્થીને યુકેમાં વર્ગ પરમીટ અપાવવાના નામે એજન્ટ જતીન અરવિંદભાઈ કાવા (દર્શનમ આંગન વાઘોડિયા રોડ) એ રૂ.9 લાખ પડાવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેણે બાયોમેટ્રિક પણ કરાવ્યું ન હતું અને રૂ.અઢી લાખ પરત કર્યા હતા. 

જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે એજન્ટ સામે ગુનો નોધ તપાસ હાથ ધરી હતી. પરંતુ તેનો પત્તો લાગતો ન હતો. દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ એજન્ટ વાપીમાં હોવાની વિગતો મળતા તેના પર વોચ રાખી ઝડપી પાડ્યો છે

Tags :