સાયકલ પર ગાંજાની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
સાયકલ પર ગાંજાની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 24 માર્ચ 2024, રવિવાર

સાઈકલ પર ગાંજો લઈને જતા આરોપીને ડીસીબી પોલીસે આજવા રોડ પરથી ઝડપી પાડ્યો છે. જ્યારે ગાંજો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે

ડીસીબી પોલીસની માહિતી મળી હતી કે, માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશિપની બાજુમાં ગણપતિ નગર માં રહેતો હરિભાઈ મોહનભાઈ કહાર અગાઉ એન ડી પી એસ ના ગુનામાં પકડાયો છે અને તે ગાંજો લઈને સાયકલ પર આજવા રોડ સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફ જવાનું છે જેથી પોલીસે આજવા રોડ જન કલ્યાણ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન હરિભાઈ કહાર સાયકલ લઈને આવતા તેને રોકીને ચેક કરતા 985 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 9,850નો મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં હરિભાઈ કહા રે જણાવ્યું હતું કે એકતા નગર સયાજી કબ્રસ્તાન પાસે રહેતા સલીમ અકબરભાઈ શેખ પાસેથી ગાંજો લાવ્યો છું અને હું છૂટક વેચાણ કરું છું. જેથી પોલીસે સલીમ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો.



Google NewsGoogle News