વડોદરામાંથી પાવીજેતપુર વિસ્તારમાંથી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
Vadodara Crime : છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર ખાતે પકડાયેલા વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે પાવીજેતપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં રહેતા અને જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને ધરપકડ ટાળવા સારૂં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સુચના ઉચ્ચ અધિકારી દ્વારા કરાય છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્કોર્ડની ટિમના માણસો નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. જેને લઇને દરમિયાન શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પેરોલ ફર્લો સ્કોર્ડને મળેલી માહીતી આધારે એક ઇસમ વિશાલ ભુપેંદ્ર સોલંકી (ઉ.વ.20 રહે. કલાલી ફાટક ગોકુળનગર, વડોદરા)ને શોધી કાઢયો હતો. તેની પુછપરછ કરતા છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા વિદેશી ગુનામાં સંડોવાયેલો હોવાનુ અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાની હકીકત જણાવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીને આગળની કાર્યવાહી માટે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં સોપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ મહિનામાં વડાતળાવ ગામે રોડ ઉપરથી મોપેડ ગાડી પર વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં વિશાલ સોલંકીની સંડોવણી જણાઇ આવી હતી.