VIDEO: વડોદરાના કાસમાલા બ્રિજ ઉપર અચાનક આવી ચડ્યો 11 ફૂટનો મગર, ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યુ
Vadodara News : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગઈકાલે મંગળવારે મધ્યરાત્રીએ કાસમાલા બ્રિજ ઉપર અચાનક એક 11 ફૂટનો મહાકાય મગર રોડ પર આવી પહોંચ્યો હતો. આ પછી જીવ દયા સંસ્થાની ટીમ દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યુ અને મગરને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.
કાસમાલા બ્રિજ ઉપર 11 ફૂટનો મહાકાય મગરની લટાર
વડોદરાના ભૂતડી ઝાંપાથી કારેલીબાગ જવાના માર્ગ પર કાસમાલા બ્રિજ ઉપર 11 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. મગર સોસાયટી તરફ જઈ રહ્યો હતો, ત્યારે મગર લોકોના ધ્યાને આવતાં પોલીસ અને ફાયર વિભાગ જાણ કરાઈ હતી. આ દરમિયાન જીવ દયા સંસ્થાના હેમંત વઢવાણા તેમની ટીમ સાથે આવીને આશરે 2 કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જર્મનીથી પંજાબમાં ઓપરેટ થતી જીવણ ફૌજી ગેંગનો ખંડણી અને ફાયરિંગનો આરોપી વડોદરામાં ઝડપાયો
શહેરમાં જોવા મળેલાં મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ લગ્ન પ્રસંગ દરમિયાન મંડપ પાસે 13 ફૂટનો એક મગર આવી ગયો હતો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.