અમૂલમાંથી આર.એસ સોઢીની હકાલપટ્ટી, જુઓ કોને અપાઈ જવાબદારી
GCMMFના COO જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપાયો
આર એસ સોઢીને તાત્કાલિક અસરથી રાજીનામું આપવા આદેશ
આણંદ, 9 જાન્યુઆરી 2023
ગુજરાતમાં સહકારી ક્ષેત્રના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની જગ્યાએ GCMMFના COO જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આર. એસ. સોઢીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના એક દાયકાના શાસનનો અંત આવ્યો છે.
જયેન મહેતાને મેનેજિંગ ડાયરેક્ટરનો ચાર્જ સોંપાયો
મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલના એમ ડી આર. એસ. સોઢીને તાત્કાલિક અસરથી પોતાનો ચાર્જ છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેથી આર એસ સોઢીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ જયેન મહેતાને મેનેજિંગ ડાયરેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
2022માં સોઢીને એવોર્ડ મળ્યો હતો
વર્ષ 2022માં જ ઈન્ટરનેશનલ એડવરટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર. એસ સોઢીને 'બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ' એનાયત થયો હતો. સિનિયર જનરલ મેનેજર જયેન મહેતાને 'માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ' એનાયત થયો હતો.