અમરેલીની શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે વ્યવસાય કરી લાખો રૂપિયા કરે છે કમાણી
Students in Amreli: આજના યુગમા સારા અને ઉચ્ચ શિક્ષણ થકી સારી નોકરી મેળવવી વિદ્યાર્થીઓનું સ્વપ્ર હોય છે. પરંતુ અમરેલીમાં આવેલી એક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવાની સાથે વ્યવસાય કરી લાખોની કમાણી કરી ફી ભરવાની સાથે પોતાના વાલીઓને આર્થિક ટેકો પણ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓએ 6 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી
અમરેલીમાં આવેલી ડોક્ટર કલામ ઈનોવેટીવ શાળાના સંચાલક જય કાથરોટિયાએ જણાવ્યું હતું કે, 'ગયા વર્ષે એક વિદ્યાર્થીની ફી ભરવા માટે વિદ્યાર્થીના પિતાએ પોતાનું બાઈક વેચીને વિદ્યાર્થીની ફી ભરી હતી. તે જાણવા મળતાં આઘાત લાગ્યો હતો. તેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ પોતાના માતા-પિતાને પણ આર્થિક સહયોગ કઈ રીતે આપે તેના વિચારમાં શાળાના સ્ટાર્ટ અપ સ્ટુડિયો તૈયાર કરવાનું બીજ રોપાયું અને શાળામાં સ્ટાર્ટ અપ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો.'
આ પણ વાંચો: ભયંકર હિંસા બાદ નાગપુરના વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ
શાળાના સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં ધોરણ 9 અને 10નાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ અને રમતગમત ક્ષેત્ર બાદ વધારાના સમયમાં કામ કરે છે અને વિવિધ વસ્તુઓ બનાવે છે. સ્ટાર્ટ અપ સ્ટુડિયોમાં લેસર કટીંગ મગ પ્રિન્ટિંગ સહિતનાં અલગ-અલગ મશીનો વસાવવામાં આવ્યા છે. હાલ 18 વિદ્યાર્થીઓ તેમાં કામ કરે છે. છેલ્લા 6થી 8 મહિનામાં વિદ્યાર્થીઓએ 6થી 8 લાખની કમાણી કરી પરિવારને આર્થિક ટેકો કર્યો છે.