Get The App

જમ બન્યો જમાઈ: ઠંડા કલેજે સાસુની હત્યા કરી, અંતિમવિધિમાં પણ જોડાયો

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
જમ બન્યો જમાઈ: ઠંડા કલેજે સાસુની હત્યા કરી, અંતિમવિધિમાં પણ જોડાયો 1 - image


Amreli Murder Case: અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે 14 ટીમ બનાવી હતી. 200 જેટલા પોલીસ જવાનો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે એક સપ્તાહથી મથી રહ્યા હતા. આખરે ભારે મથામણ બાદ હત્યારો ઝડપાયો, પરંતુ આરોપીનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઈ, કારણે કે વૃદ્ધાનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેમનો જમાઈ જ હતો.

જાણો શું છે મામલો

અમરેલી જિલ્લાના ચીતલના જશવંત ગઢમા નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન 28મી નવેમ્બરે ઘરે એકલા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખસે તેમને અત્યંત ક્રૂરતાપૂર્વક રહેસી નાખ્યા હતા. આ ઘટના એ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો અને હત્યારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા એક ઓપરેશન ચલાવ્યું હતું. 

આખરે એક અઠવાડિયા સુધી ચાલેલી પોલીસ તપાસના અંતે પોલીસને હત્યારાની કડી મળી, પોલીસે મૃતક પ્રભાબેનના હત્યારા નયન જોષી ઝડપી લીધો. નયન જોષી જાંબુડા ગામનો રહેવાસી છે અને મૃતક વૃદ્ધાનો જમાઈ છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, 'મારા 11 વર્ષના લગ્ન જીવન દરમિયાન મારી પત્ની અનેક વખત પીયર ચાલી જતી હતી. મારૂ લગ્ન જીવન ડીસ્ટર્બ થતું હતું, તેની પાછળ સાસુ જવાબદાર હતા'

આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન: કારની ટક્કરે મહિલા પોલીસકર્મીનું મોત


ચોંકવનારી વાત તો એ છે કે હત્યારા જમાઈએ ઠંડા કલેજે સાસુની હત્યા કરી હતી, અને જાણે કંઈ જ બન્યું ના હોય તેમ વર્તન કરતો હતો. સાથે જ તે સાસુની અંતિમવિધિમાં પણ જોડાયો હતો.

હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાયો

આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે 14 ટીમ બનાવી હતી. જેમાં 200 જેટલા પોલીસ જવાનો તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના બેસ્ટ ઈન્વેસ્ટિગેટિંગ ઓફીસરની મદદ લેવામાં આવી હતી. મૃતક પ્રભાબેનની હત્યા 28મી નવેમ્બર બપોરે 12-30 વાગ્યાની આસપાસ હત્યા થઈ હતી. ત્યારે પોલીસે બાજુના ઘરમાં લાગેલા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં એક વ્યક્તિ મોંઢુ ઢાંકી મફલર અને સ્વેટર પહેરીને બાઈક પર આવ્યો હતો.  

બાઈક પણ મહત્ત્વની કડી બની

સીસીટીવીમાં જે વ્યક્તિ મોંઢુ ઢાંકી મફલર અને સ્વેટર પહેરીને બાઈક પર આવ્યો હતો. તેની બાઈક મહત્ત્વની કડી બની હતી. ત્યારબાદ ગામની આસપાસ જે જે સ્થળે કેમેરા હતા ત્યાં તપાસ કરી, કુકાવાવ સુધી સીસીટીવી ફૂટેજ ફંફોળી નાખ્યા હતા અને બાઈક પર રહેલા થેલો શંક વધારી હતી.  જ્યારે બેસમાના દિવસે મૃતકના ઘર નજીક આ બાઈક પાર્ક કરેલી હતી. જેથી શંકાના આધારે તપાસ કરી તો આ બાઈક મૃતકના જમાઈની હતી. બેસણામાંથી જમાઈને પોલીસ લઈ ગઈ પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

જમ બન્યો જમાઈ: ઠંડા કલેજે સાસુની હત્યા કરી, અંતિમવિધિમાં પણ જોડાયો 2 - image


Google NewsGoogle News