Get The App

તમારી ટિકિટ કેમ કપાઈ, તમે જાણો જ છો...: સુતરિયાએ કાછડિયાને આપ્યો જવાબ, પત્ર લખીને કહ્યું- થેન્ક યુ

Updated: May 12th, 2024


Google NewsGoogle News
તમારી ટિકિટ કેમ કપાઈ, તમે જાણો જ છો...: સુતરિયાએ કાછડિયાને આપ્યો જવાબ, પત્ર લખીને કહ્યું- થેન્ક યુ 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ હવે ભાજપમાં આંતરિક ડખો જાહેર થયો છે. ભાજપના દિગ્ગજ નેતા ગણાતા નારણ કાછડિયાએ પક્ષના જ કાર્યક્રમમાં અમરેલી બેઠક અંગે બળાપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'જે સરખું થેન્ક યુ બોલી નથી શક્તા પાર્ટીએ તેમને ટિકિટ આપી દીધી છે.' ત્યારે હવે અમરેલીના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ આ મામલે નારણ કાછડિયાને પત્ર લખીને જવાબ આપ્યો છે.

ભરત સુતરિયાએ પત્રમાં શું લખ્યું ?

ભરત સુતરિયાએ પત્રમાં લખ્યું કે, 'જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે મેં તમને થેન્ક યુ કહ્યું છે. જે તમે ભુલી ગયા છો, આથી આ પત્રથી તમને યાદ અપાવવા માગું છું. જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક યુ કહ્યું હતું. વર્ષ 2010માં હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે મે થેન્ક યુ કહ્યું હતું. વર્ષ 2023માં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે મે થેન્ક યુ કહ્યું હતું. નારણ કાછડિયા આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે ? આપ સત્યથી પરિચિત જ છો,જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા. ફરી એકવાર આખરી થેન્ક યુ...' ભરત સુતરિયાના આ પત્રથી અમરેલી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.


તમારી ટિકિટ કેમ કપાઈ, તમે જાણો જ છો...: સુતરિયાએ કાછડિયાને આપ્યો જવાબ, પત્ર લખીને કહ્યું- થેન્ક યુ 2 - image

નારણ કાછડિયાએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી

થોડા દિવસો પહેલા સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરતા નારણ કાછડિયાએ કહ્યું કે, 'જે સરખું થેન્ક યુ બોલી ન શકે તેવાને ટિકિટ આપી છે. અમરેલી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાત્રે પણ ફોન કરજો હું તમારી માટે દોડતો આવીશ. હું તમારી સાથે કાયમી જોડાયેલો છું અને રહેવાનો છું. તમારે કોઇપણ પ્રકારનું કામ હશે તો રાત્રે બે વાગે પણ તમારું કામ થશે. મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છૂટકે કહેવું પડે છે. કોઇપણ કાર્યકર્તાને ભાજપનો કાર્યકર્તા ઊભો કરતા-કરતા 10 વર્ષ લાગે છે. એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે.'

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપમાં ભડકો, નારણ કાછડિયાએ કહ્યું, સરખું બોલતાય નથી આવડતું તેને ટિકિટ આપી દીધી


Google NewsGoogle News