Get The App

'નારણ કાછડિયા સીધી લીટીના આરોપી', નેતાઓ બાદ હવે સામાજિક આગેવાનના અમરેલી લેટરકાંડ મુદ્દે ગંભીર આક્ષેપ

Updated: Feb 5th, 2025

GS TEAM


Google News
Google News
'નારણ કાછડિયા સીધી લીટીના આરોપી', નેતાઓ બાદ હવે સામાજિક આગેવાનના અમરેલી લેટરકાંડ મુદ્દે ગંભીર આક્ષેપ 1 - image


Amreli Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ-ભાજપના નેતાઓ બાદ હવે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પણ સનસનીખેજ આક્ષેપ કર્યો છે. નાથાલાલ સુખડિયાએ તો નારણ કાછડિયા પર ગંભીર આરોપ લગાવી જેલમાં મોકલવાની પણ વાત કરી દીધી હતી.

નાથાલાલ સુખડિયાએ નારણ કાછડિયા પર કર્યાં આક્ષેપ

સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ કાછડિયા પર આક્ષેપ મૂકતા કહ્યું કે, કાછડિયાએ આખો લેટર વાંચવો જોઈએ. જે-તે જવાબદાર વ્યક્તિએ લેટર રત્નાકર પાટીલને મોકલ્યો હતો. હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે, આ લેટરકાંડ સર્જનાર ખુદ નારણ કાછડિયા જ છે. હવે તેનું પાપ છાપરે ચઢી પોકારી રહ્યું છે. આવા ગદ્દાર કાવતરાબાજ નેતાઓએ છોકરાઓ પાસે કૃત્ય કરાવ્યું છે, આવા લોકોને તો જેલમાં મોકલી દેવા જોઈએ. નારણ કાછડિયા તો સીધી લીટીના આરોપી છે અને તેમનું વર્તન પણ આરોપી જેવું છે. પોલીસે તેની સામે બને તેટલું ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સમાન સિવિલ કૉડ નહીં સમાન કામ-વેતનની જરૂર, ભાજપે રાજકીય ગેંગવૉર ભુલાવવા પગલું ભર્યું?

દિલિપ સંઘાણીએ નાર્કો ટેસ્ટની કરી માંગ

નોંધનીય છે કે, અમરેલીના લેટરકાંડના મુદ્દે અમરેલી ભાજપની સિનિયર નેતાગીરીએ પણ પ્રદેશ ભાજપના નેતા અને રાજ્ય સરકારને આ પત્ર કોણે લખાવ્યો તે શોધવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. દિલિપ સંઘાણીએ પણ આ કેસની પોલીસ તપાસથી અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટના જજ મારફત તપાસ કરાવવા અને પોતાના અને ભાજપના નેતાઓના નાર્કો ટેસ્ટ કરાવવાની ખુલ્લી માંગણી કરી હતી. અમરેલી બેઠક પરથી 3 ટર્મ સાંસદ તરીકે ચૂંટાયેલા નારણ કાછડિયાએ પણ 27 થી 3 તારીખ દરમિયાન મનીષ વઘાસિયા, ફરિયાદી કનુભાઈ વગેરેની કોલ ડિટેલ તપાસ કરવા અને નાર્કો ટેસ્ટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગણી કરી છે. 

કોંગ્રેસ નેતાના પ્રહાર

જેલમુક્ત થયેલા ભાજપના નેતા મનીષે એવું નિવેદન આપ્યું હતું કે લેટરકાંડમાં સંઘાણી, કાછડિયા વગેરે સંડોવાયેલા છે તેવું મારી પાસે બોલાવવા પોલીસે બેફામ માર માર્યો હતો. પોલીસે આ કોના ઈશારે કર્યું તે અંગે તપાસ કરવાની હિંમત પણ હજુ ચાલી નથી, ત્યારે કોંગ્રેસના નેતાઓએ આ બધુ ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ પાટીલ અને કૌશિક વેકરીયાના ઈશારે થયું છે તેવા આક્ષેપ સાથે મિશ્રિત સવાલ કર્યો છે. 

આ પણ વાંચોઃ બેટ દ્વારકામાં ગેરકાયદે ધાર્મિક સ્થળ હટાવવા ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી, તમામ અરજીઓ ફગાવી

નારણ કાછડિયાએ વીડિયો શેર કરી આપી પ્રતિક્રિયા

નારણ કાછડિયાએ એક વિડીયો નિવેદનમાં જણાવ્યું કે એક યુવતીને પટ્ટે પટ્ટે મારવામાં આવી છે તે લેશમાત્ર ક્ષમ્ય નથી. દિલિપ સંઘાણી જ્યારે અમરેલીના આજના નેતાનો જન્મ નહોતો ત્યારે સર્વેસર્વા હતા અને ગુજરાત ભાજપના મોટા નેતા છે તેમની વાત સાથે પુરો સહમત છું. પોલીસે કોના કહેવાથી મનીષની અમારા નામ બોલાવવા મારકૂટ કરી તે શોધીને બહાર લાવવું જોઈએ જે માટે નાર્કો ટેસ્ટ આપવા હું પણ સંમત છું. પોલીસ અધિકારીઓ, આરોપી, ફરિયાદીની કોલ ડિટેલ કઢાવે તો પણ સત્ય શું તે ખબર પડી જશે.

Tags :