Get The App

અમરેલી પંથકમાં દીપડાનો આતંક: બે ડઝનથી વધુ પશુઓનો કર્યો શિકાર, સ્થાનિકોમાં ફફડાટ

Updated: Jan 23rd, 2025


Google News
Google News
અમરેલી પંથકમાં દીપડાનો આતંક: બે ડઝનથી વધુ પશુઓનો કર્યો શિકાર, સ્થાનિકોમાં ફફડાટ 1 - image


Amreli Leopard Attack: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વિવિધ જગ્યાએથી દીપડાના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતના અમરેલી જિલ્લામાંથી પણ સામે આવ્યો છે. જ્યાં દીપડાના આતંકના કારણે માલધારીનું પશુધન લૂંટાઈ ગયું હતું. દીપડાએ માલધારી સમાજની ઝોકમાં હુમલો કર્યો હતો અને આશરે બે ડઝનથી વધારે પશુઓનો શિકાર કર્યો હતો. દીપડાના આતંકથી હાલ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

શું છે સમગ્ર ઘટના? 

અમરેલીના લીલીયા પંથકમાં પૂંજાપાદર ગામે દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જ્યાં ગામના માલધારી સમાજના ઝોકમાં ઘુસી આવ્યો હતો. આ હિંસક દીપડાએ પોતાનો આતંક મચાવતા આશરે 2 ડઝનથી વધુ પશુધનનું મારણ કર્યું હતું. 

આ પણ વાંચોઃ અમરેલીમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું, મોડી રાતે ઘટના બની હતી

16 થી વધુ પશુધનનું કર્યું મારણ

મળતી માહિતી મુજબ, દીપડાએ ગોવિંદ રાતડીયા નામના માલધારીના ઘેટાં-બકરાંની ઝોકમાં આતંક મચાવ્યો હતો. દીપડાએ 16 થી વધુ ઘેટાં-બકરાંનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતાં અને અંદાજે 8 થી 10 જેટલાં ઘેટાં-બકરાંને ગંભીર ઈજા પહોંચાડી હતી. હિંસક દીપડાના હુમલાથી માલધારીઓમાં દુઃખ અને ભયનો માહોલ ફેલાયો છે. હાલ વન વિભાગ દ્વારા સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી દીપડાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પૂંજાપાદર ગામના સરપંચે પણ દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે. 

આ પણ વાંચોઃ કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસ અમદાવાદમાં બે રૂટ પર રાત્રે 12:30 સુધી દોડાવાશે મેટ્રો ટ્રેન, GMRCનો નિર્ણય

વન વિભાગે હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, ગઈકાલે પણ મોટા કણકોટ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જેમાં હિંસક દીપડાએ 5 જેટલાં પશુઓનું મારણ કર્યું હતું. ત્યારે સતત બીજા દિવસે દીપડા દ્વારા 2 ડઝનથી વધુ પશુના મારણની ઘટના સામે આવતાં લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. હાલ, વન વિભાગ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ તેજ કરી દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 


Tags :
AmreliLeopard-AttackGujarat-News

Google News
Google News