Get The App

અમરેલીમાં સરકારી ગાડીએ બાઈકને મારી ટક્કર, એક મહિલાનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
અમરેલીમાં સરકારી ગાડીએ બાઈકને મારી ટક્કર, એક મહિલાનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત 1 - image


Amreli Accident: ગુજરાતના અમરેલીમાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર પોલીસ ગવર્નરની સિક્યોરિટી સરકારી ગાડીએ બે બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કરથી બાઇક પર સવાર મહિલાનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતના વરાછામાં સિલિન્ડર બ્લાસ્ટ, ધડાકો થતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ

શું હતી સમગ્ર ઘટના? 

ગુજરાતના અમરેલી જિલ્લામાં લાઠીના ચાવંડથી કલ્યાણધામ પોઇન્ટ પાસે સરકારી ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારી હતી. ગાંધીનગર પોલીસ ગવર્નર સિક્યોરિટી સરકારી ગાડીએ બે બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર માતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. અકસ્માત થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જોકે, મહિલાની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને રાજકોટ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જોકે, રાજકોટ પહોંચે તે પહેલાં જ મહિલાનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. 

આ પણ વાંચોઃ અમદાવાદના રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો, બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર બાબતે વિગત મેળવી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે. 


Google NewsGoogle News