અમરેલીના ફર્નિચરના વેપારી નર્મદા નદીમાં ડૂબી જતા લાપત્તા
Narmada River : વડોદરા જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટ પર નર્મદા નદીમાં સ્નાન કરતા અમરેલીનો આધેડ ડુબી જતાં લાપત્તા થઈ ગયો છે.
અમરેલીના વિજયભાઈ બાબુભાઈ રાઠોડ ઉંમર 43 સવારે 6:30 ના સુમારે મલ્હારરાવ ઘાટે સ્નાન કરતા હતા ત્યારે એકાએક નર્મદા નદીના વહેણમાં તણાવવા લાગ્યા હતા અને નદીમાં પાણીમાં ગરક થઈ ગયા હતા. ચાણોદના સ્નાન ઘાટ વિસ્તારોમાં મગરના રહેઠાણની અવરજવરથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
કેટલાક નજરો જોનાર લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક લાશ સ્વામીની પાર્ટી (ઘાટ) પાસેથી જતી હતી ત્યારે મગર આવી ગયો હતો. લાશને વિઝોટી કાઢી હતી ત્યારબાદ મગર બોડીને છોડી આગળ બેટના કિનારે કિનારે મલ્હારરાવ ઘાટ સામે કિનારે કિનારે થઈ આગળ પોઇચા બેટ તરફ આગળ વધી ગયો હતો ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ચાણોદ ખાતે અમરેલીથી સપરિવાર ધાર્મિક વિધિ માટે બાબુભાઈ વાલજીભાઈ રાઠોડ તેમજ તેમના પત્ની રંજનનાબેન બાબુભાઈ રાઠોડ અને પુત્ર વિજય ઉંમર 43 સાથે 13 જેટલા પરિવારજનો આવેલ હતા તેઓ ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે મલ્હારરાવ ઘાટ ખાતે સવારે 6:30 ની આસપાસ વિજયભાઈ નર્મદા નદીમાં સ્નાન માટે ગયા હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું.