અમરેલીના ધાતરવાડી ડેમ પાસે ધમધમી રહી છે બે ક્વોરી, માઈનિંગથી ડેમને ખતરો હોવાની ફરિયાદ
Amreli News : અમરેલીના ધાતરવાડી ડામે પાસે ધમધમતી બે ક્વોરીને લઈને નજીકના ગામડાંના ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે, માઈનિંગના કારણે ખેડૂતોનો જીવાદોરી સમાન ધાતરવાડી ડેમ પર સીધી અસર થઈ રહી છે અને નુકસાન થઈ રહ્યું છે. સમગ્ર મામલે ખેડૂતો ક્વોરી બંધ કરાવવા માટે કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ધાતરવાડી ડેમ 1 નજીક ક્વોરીના લીધે ડેમને નુકસાન
મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લામાં રાજુલાના ધાતરવાડી ડેમ 1 નજીક આવેલી બે ક્વોરીના કારણે ડેમને ભારે નુકસાન થઈ રહ્યું છે. સમગ્ર મામલે વાવેરા, મોટા આગરીયા, ભાક્ષી, ધારેશ્વર સહીતની ગ્રામ પંચાયતના સરપંચો અને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : અલંગમાં મેગા ડિમોલિશન: 35 વર્ષ જૂના 2000થી વધુ દબાણો દૂર કરાશે
ક્વોરી બંધ કરવા કલેક્ટરને રજૂઆત
ખેડૂતોનું કહેવું છે કે, ધાતરવાડી ડેમ પાસે ધમધમી રહી છે બે ક્વોરીના કારણે તેની સીધી અસર ડેમ પર થઈ રહી છે. જેમાં ડેમ પાસે ચાલી રહેલી ક્વોરીને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માગ સાથે સરપંચો અને ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમને 'ધાતરવડી ડેમ બચાવો'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. સમગ્ર મામલે જો ક્વોરી બંધ કરવામાં નહી આવે તો ખેડૂતો સહિત વિવિધ સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.