Get The App

ગુજરાતમાં ભાજપના 12 રિપીટ સાંસદોમાં 11 કરોડપતિ, સૌથી વધુ સંપત્તિ નવસારીના સાંસદ પાસે

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ભાજપના 12 રિપીટ સાંસદોમાં 11 કરોડપતિ, સૌથી વધુ સંપત્તિ નવસારીના સાંસદ પાસે 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપે તેના તમામ ઉમેદવારો જાહેર કર્યા છે જે પૈકી રિપીટ કરેલા 12 ઉમેદવારોની સંપત્તિ જોતાં એવું જણાય છે કે એકમાત્ર ભરૂચના ઉમેદવાદરને બાદ કરતાં તમામ ઉમેદવારો કરોડપતિ છે. હવે પાંચ વર્ષ પછી આ ઉમેદવારોની સંપત્તિ ક્યાં જઈને પહોંચશે તેની માહિતી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ થનારી એફિડેવિટમાં ધ્યાને આવશે.

સંપત્તિમાં ટોચનાક્રમે જામનગર-નવસારીના સાંસદ

એસોસિયેશન ફોરડેમોક્રેટીક રિફોર્મ્સ (ADR)ના જાહેર થયેલા (2019 લોકસભા) રિપોર્ટ અનુસાર સંપત્તિમાં ટોચક્રમે જામનગરના સિટીંગ સાંસદ પુનમ માડમ અને નવસારીના સીઆર પાટીલ છે. તેમના પછી ગાંધીનગરના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે છે. આ ત્રણેયની સંપત્તિ 40 કરોડ ઉપર છે, જ્યારે ભરૂચના મનસુખ વસાવા પાસે માત્ર 0.68 લાખની સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર ક્રિમિલન રેકોર્ડ ધરાવતા ચાર સંસદસભ્યો સામે ક્રિમિલન કેસો નોંધાયેલા અને અદાલતોમાં પડતર છે જેમાં આણંદના ભાજપના ઉમેદવાર તથા સિટીંગ સાંસદ મીતેશ પટેલ સામે આણંદની કોર્ટ સમક્ષ કેસ પડતર છે, જેમાં ચાર્જ ફ્રેમ કરાયો નથી. બીજો કેસ તેમની સામે વાસદ પોલીસ મથકનો છે, જેમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ પડતર છે. 

અમીત શાહ સામે પશ્વિમ બંગાળમાં કેસ

કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમીત શાહ સામે પશ્વિમ બંગાળમાં કેસ પડતર છે. ખાસ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા પ્રવચન એટલે કે આઈપીસી 153 એ અન્વયે ગુનો દાખલ કરાયેલો હતો. આ ગુનો મમતા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં તેમણે કોલકત્તા હાઈકોર્ટ સમક્ષ અપીલ પણ કરેલી છે. તેમની સામે કુલ ચાર કેસો અદાલતમાં પડતર છે. જ્યારે જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને સિટીંગ સાંસદ રાજેશ ચુડાસમા સામે પણ ત્રણ કેસો કોર્ટમાં પડતર છે, જેમાં એક મહિલા પર હુમલો કરવો, ગુનો બન્યો ત્યારે તેમની હાજરી તેમજ ગુનાહિત રીતે પ્રોપર્ટી ભેગી કરવી તેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત નવસારીના સાંસદ સીઆર પાટીલ સામે લિંબાયતમાં 2006માં પ્રોપર્ટી અંગેનો કેસ થયેલો છે.

ગુજરાતમાં ભાજપના 12 રિપીટ સાંસદોમાં 11 કરોડપતિ, સૌથી વધુ સંપત્તિ નવસારીના સાંસદ પાસે 2 - image

ગુજરાતમાં ભાજપના 12 રિપીટ સાંસદોમાં 11 કરોડપતિ, સૌથી વધુ સંપત્તિ નવસારીના સાંસદ પાસે 3 - image


Google NewsGoogle News