અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર મુકાયેલા પાણીના ફુવારાથી બીમાર થશો, નિષ્ણાતોએ કહ્યું બુદ્ધિનું પ્રદર્શન

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર મુકાયેલા પાણીના ફુવારાથી બીમાર થશો, નિષ્ણાતોએ કહ્યું બુદ્ધિનું પ્રદર્શન 1 - image


Ahmedabad Traffic Signal Water Sprinkler: અમદાવાદમાં બપોરે કાળઝાળ ગરમી પડવા માંડી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશન દ્વારા સિગ્નલ પર સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંક્લર ગોઠવવામાં આવ્યા છે. 

AMC દ્વારા શરુ કર્યો પાઈલટ પ્રોજેક્ટ

જેમાં મણિનગર ખાતે આ નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થા અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા પાઈલટ પ્રોજેક્ટ હેઠળ પાણીના ફુવારા લગાવવામાં આવ્યા છે. 

મિસ્ટ જનરેટર લગાવ્યાં 

મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં અલગ અલગ સ્થળે મિસ્ટ જનરેટર લગાવ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઈટ થાય ત્યારે આ મિસ્ટ જનરેટરમાંથી પાણીનો છંટકાવ થાય છે. તેના કારણે ગરમીમાં શેકાઈ રહેલાં ટુ-વ્હિલર પર જનારાં લોકોને ભારે રાહત મળી રહે છે. એવો મ્યુનિસિપલ કોર્પોરેશનને દાવો કર્યો છે. 

સિઝનલ બિમારી થવાનો ખતરો

જયારે ડોક્ટરોના મતે આ ગોઠવણ બુધ્ધિનું પ્રદર્શન છે. કાળઝાળ ગરમીમાં પાણી શરીર પર પડે ને પછી તેને લૂછી ના દેવાય એટલે સિઝનલ બિમારી થવાનો ખતરો રહે છે. બીજું એ કે, ગણતરીની સેકન્ડોમાં જ કપડાંભીના થઈ જાય છે. તેથી વાહનચાલકો પણ મિસ્ટ સ્પ્રિંકલરથી દૂર ઊભા રહે છે. ટ્રાફિક સિગ્નલ પર આગળ બસો અને કાર ઉભી રહી હોય તેમના પર પાણીનો છંટકાવ પાણીનો બગાડ છે એવું પણ નિષ્ણાતોનું કહેવું છે.

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર મુકાયેલા પાણીના ફુવારાથી બીમાર થશો, નિષ્ણાતોએ કહ્યું બુદ્ધિનું પ્રદર્શન 2 - image


Google NewsGoogle News