VIDEO: જામનગરના એરપોર્ટ પર ગુજરાતી રાસ ગરબા સાથે અંબાણી પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું
જામનગરના એરપોર્ટ પર ગુજરાતી રાસ ગરબાની રમઝટ
અંબાણી પરિવાર દ્વારા એરપોર્ટ પર બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવાયું
Ambani family welcomes guests: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ત્યારે આ લગ્નની નાની મોટી દરેક બાબત ‘ટૉક ઓફ ધ ટાઉન’ બની ગઈ છે. ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ઈવેન્ટ યોજાઈ રહી છે. આ ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોમાં દેશવિદેશની અનેક હસ્તીઓ હાલ જામનગર પહોંચી રહી છે.
એરપોર્ટ પર રાસ ગરબાની રમઝટ
જામનગરના એરપોર્ટ પર અંબાણી પરિવાર દ્વારા બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવાયું છે અને તે સ્ટેજ પરથી ગુજરાતી ગીત-સંગીત અને રાસ ગરબાની રમઝટ સાથે દેશી-વિદેશી મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે અને મહેમાનો દ્વારા પણ તે રાસ ગરબાની રમઝટની સાથે પોતાની સ્ટાઇલમાં જ ગરબાનું પરફોર્મ કરીને અભિનંદન ઝીલી રહ્યા છે.
જામનગર એરપોર્ટ પર મહેમાનોની વિશાળ કાફલો
આ પ્રસંગે વિશ્વના બિઝનેસ, પોલિટિક્સ, એન્ટરટેઈનમેન્ટ જગતનાં દિગ્ગજો અંબાણી પરિવારના અતિથિ બનવા જઈ રહ્યા છે ત્યારે જામનગરના એરપોર્ટ પર અંબાણી પરિવારને ત્યાં ચાલી રહેલા પ્રિ વેડિંગ સેરેમનીના કાર્યક્રમને અનુલક્ષીને જામનગરના એરપોર્ટ પર દેશ- વિદેશથી મહેમાનોનો વિશાળ કાફલો આવી રહ્યો છે, ત્યારે તેઓનું સ્વાગત કરવા માટે ગુજરાતની ઓળખ એવા ગુજરાતીઓના રાસ ગરબાની ઝલક સાથે મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે. આ પ્રિ વેડિંગ સેરેમનીમાં પોપ સ્ટાર રિહાના અને દિલજીત દોસાંજ પણ પરફોર્મ કરશે, જેમાં રિહાનાની ટીમ અને અન્ય બોલિવૂડ કલાકારો જામનગર પહોંચી ગયા છે.