અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધઃ સિયાવા મેળાને કારણે અપાયું ડાયવર્ઝન
Ambaji to Abu 32 KM Road Block: અંબાજી કે આબુ પ્રવાસ જવાનું વિચારી રહ્યા હોય તો પહેલાં આ સમાચાર વાંચી લેજો. કારણ કે, અંબાજીથી આબુ સુધી જતાં માર્ગને બંધ કરવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે.
અંબાજીથી આબુ વચ્ચેનો રોડ બંધ કરાયો
મળતી માહિતી મુજબ, અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સિયાવા-છાપરી અને અંબાજી જતો રસ્તો એક દિવસ (18 એપ્રિલ) માટે બંધ કરાયો છે. સિયાવા મેળાના આયોજનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને તકલીફ ન પડે તે માટે ડાયવર્ઝનની સુવિધા પણ કરવામાં આવી છે. આ સિવાય મેળામાં આવતા લોકોને પણ કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચોઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર મારામારી, છ શખસોએ એક વ્યક્તિ પર હથિયારો વડે કર્યો હુમલો
તંત્રએ આપ્યું ડાયવર્ઝન
અંબાજીથી આબુ જતો રોડ બંધ હોવાના કારણે મુસાફરો આબુ જવા માટે ગબ્બર અથવા વિરમપુર ફરીને જઈ શકાશે.