અંબાજીના માઈ ભક્તો માટે અગત્યના સમાચાર, ગબ્બર રોપ-વે 6 દિવસ બંધ, જાણો કારણ
Ambaji Temple: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે અંબાજી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. આગામી 3 માર્ચથી 8 માર્ચ દરમિયાન રોપ-વેનું મેઇન્ટેનન્સનું કામ ચાલશે. આ દરમિયાન 6 દિવસ માટે રોપ વે સુવિધા બંધ રહેશે. ત્યારબાદ 9 માર્ચથી રોપ-વે સુવિધા રાબેત મુજબ શરૂ કરવામાં આવશે.
માં અંબાના દર્શન માટે અંબાજી જતા માઇભક્તો ગબ્બર પર્વત પર અચૂક જતા હોય છે. ત્યારે અમુક વૃદ્ધો અને અશક્ત લોકો ગબ્બર ચડવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારે તેઓ રોપ-વે સેવાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ગબ્બર દર્શને જતાં યાત્રિકો માટે અગત્યના સમાચાર છે. ગબ્બર રોપ-વે સુવિધા મેઇન્ટન્સના લીધે 6 દિવસ માટે બંધ રહેશે. આગામી 3 માર્ચથી 8 માર્ચ સુધી રોપ સુવિધા બંધ રહેશે, ત્યારબાદ 9માર્ચથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે.