અંબાજીમાં પ્રસાદ વિવાદનો મામલો ગરમાયો, નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની કરાઇ ધરપકડ

નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે 300 ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
અંબાજીમાં પ્રસાદ વિવાદનો મામલો ગરમાયો, નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની કરાઇ ધરપકડ 1 - image


jatin shah owner of neelkanth traders arrested : અંબાજી (Ambaji) યાત્રાધામમાં મોહનથાળના પ્રસાદ મામલે વિવાદ થતાં મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી નાંખવામાં આવ્યો છે. જ્યારે સરકારે પ્રસાદ બનાવવાનું કામ અક્ષયપાત્ર સંસ્થાને સોંપવા વિચારણા શરૂ કરી દીધી છે.  નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે 300 ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા. હવે પોલીસ પૂછપરછમાં આ મામલે વધુ ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા છે.

અંબાજીમાં પ્રસાદ વિવાદનો મામલો ગરમાયો, નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની કરાઇ ધરપકડ 2 - image

નીલકંઠ ટ્રેડર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો

આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે ફૂડ વિભાગ દ્વારા કોર્ટ કાર્યવાહી કરી હતી.  તપાસ દરમ્યાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ.8 લાખની કિંમતનો 2820 કિ.ગ્રા ઘીનો ભેળસેળવાળો જથ્થો તા.28મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો હતો. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 


Google NewsGoogle News