અંબાજી મોહનથાળ પ્રસાદ વિવાદ : મંદિર ટ્રસ્ટ દ્વારા ટચ સ્ટોન ફાઉન્ડેશનને આપવામા આવ્યો કોન્ટ્રાક્ટ

ટચ સ્ટોન ફાઉન્ડેશન પણ અગાઉ વિવાદમાં રહી ચૂકી છે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
અંબાજી મોહનથાળ પ્રસાદ વિવાદ : મંદિર ટ્રસ્ટ દ્વારા ટચ સ્ટોન ફાઉન્ડેશનને આપવામા આવ્યો કોન્ટ્રાક્ટ 1 - image


Ambaji temple in controversy : અંબાજી યાત્રાધામમાં ભાદરવી પૂનમના મેળા માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવા માટે જે ઘી મંગાવવામાં આવ્યું હતું તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું. ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ કરતાં ઘીમાં ભેળસેળ હોવાનું સાબિત થયું હતું. જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો. લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ વિવાદ બાદ મોહિની કેટરર્સનુ ટેન્ડર રદ કરવામાં આવ્યા હતું. ત્યારે હવે અક્ષયપાત્ર સંસ્થાની ટચ સ્ટોન ફાઉન્ડેશનને અંબાજી મંદિરમાં પ્રસાદ બનવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

વિવાદ રહી ચૂકી આ કંપનીને ફરી પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો 

હવે પછી અંબાજી મદીરનો પ્રસાદ ટચ સ્ટોન ફાઉન્ડેશન બનાવશે, જોકે એક વિવાદિત કંપની   મોહિની કેટરર્સનુ ટેન્ડર રદ કરી હવે બીજી વિવાદીત કંપની ટચ સ્ટોન ફાઉન્ડેશનને પ્રસાદ બનવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ટચ સ્ટોન ફાઉન્ડેશન પણ અગાઉ વિવાદમાં રહી ચૂકી છે ત્યારે હવે તેને ફરીથી મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

શું છે મામલો 

અગાઉ પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને ઘીના ગોટાળા મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ બદલાયો. મોહિની કેટરર્સને ઘીના ગોટાળા મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિરે પોતે પ્રસાદ બનાવવાની શરૂઆત કરી હતી. હવે અક્ષયપાત્ર સંસ્થાની ટચ સ્ટોન ફાઉન્ડેશન અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવશે.


Google NewsGoogle News