Get The App

ભૂસ્તરશાસ્ત્રીની કાર અમદાવાદમાં પાર્ક હતી છતા કામરેજનો ટોલ ટેક્સ કપાયો

સામાન્ય લોકોનું તો કોઇ સાંભળે જ નહી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ભૂસ્તરશાસ્ત્રીની કાર અમદાવાદમાં પાર્ક હતી છતા કામરેજનો ટોલ ટેક્સ કપાયો 1 - image



- ફાસ્ટટેગમાંથી પૈસા કપાતા ટોલનાકાના અધિકારીને ફરિયાદ કરતા ટેકનીકલ ઇસ્યુ કહીને હાથ ઉંચા કરી દીધા

     સુરત

દરેક વાહનો પર ફાસ્ટટેગ લગાડીને ટોલનાકા પરથી ઓનલાઇન જ ટેકસ કાપવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા ભુસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલની અમદાવાદમાં પાર્ક કારનો કામરેજ ટોલનાકા પરથી ટોલ ટેકસ કપાતા વિવાદ ઉઠયો છે. આ અંગે તપાસની માંગ ઉઠી છે. 

કેન્દ્ર સરકારે ટોલ ટેકસમાં થતી ગેરરીતિ નાબુદ કરવા માટે દરેક વાહનો પણ ફાસ્ટટેગ લગાડીને ઓનલાઇન જ ટોલ ટેકસ લેવાની શરૃઆત કર્યા બાદ કોઇને કોઇ વિવાદ આવે છે કે ગાડી ટોલ ટેકસ પાસેથી પસાર થઇ નથી. તો પછી ઓનલાઇન ટેકસ કેવી રીતે કપાયો ? તો ધણા વાહનો ટોલ ટેકસ પરથી મહિનાઓ સુધી પસાર થયા નહીં હોઇ તો પણ ટેકસ કપાવવાના કિસ્સાઓ બનતા રહે છે.

આ કિસ્સા વચ્ચે સુરત જિલ્લા ભુસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલની કાર ઘણા વખતથી તેમના ઘરે પાર્ક છે. છતા આ વાહનના ફાસ્ટટેગમાંથી કામરેજ ટોલ નાકા પરથી ટોલ કપાવવાનો મેસેજ મળતા ચોંકી ઉઠયા હતા. આ અંગે તેમણે ટોલનાકા અધિકારીને ફરિયાદ કરતા ટેકનીકલ ખામી હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે તેઓ આગામી દિવસોમાં ફરિયાદ કરશે.


Google NewsGoogle News