Get The App

કરજણના 10 ગામોમાં તંત્ર દ્વારા કરાયેલા સર્વે ખોટા હોવાના આક્ષેપ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
કરજણના 10 ગામોમાં તંત્ર દ્વારા કરાયેલા સર્વે ખોટા હોવાના આક્ષેપ 1 - image


Vadodara : સીટી સર્વે કચેરી વડોદરા દ્વારા કુરાલી સહિત 10 જેટલા ગામોમાં માલિકીની જગ્યામાં તંત્ર દ્વારા સર્વે કરાવ્યું હોવાથી અને કરવામાં આવેલો સર્વે ખોટો હોવાના આક્ષેપ સાથે પુરાલી ગામના સરપંચ સહિત ખેડૂતો તમામ મામલતદાર કચેરી ખાતે રજૂઆત અંગે એકત્ર થયા છે. 

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર આસપાસ ધાવટ, કુરાલી, વેમાલી, વેમાર, સીમડી સહિત 10 જેટલા ગામના સર્વે તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ આ તમામ સર્વે ખોટા હોવાના આક્ષેપ કુરાલીના સરપંચ ભૌમીકે કર્યા છે. અગાઉ બે વર્ષ પહેલા ખેડૂતોની જમીનોના સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં કોઈ સુધારો થયો નથી. આ ચકાસણી વિના સર્વે કરવામાં આવ્યો છે આ અંગે ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. આ ઉપરાંત માલિકીની જગ્યામાં તંત્ર દ્વારા કરાયેલા સર્વે ખોટા હોવાના આક્ષેપ પણ કરાયા છે જેથી મામલતદાર કચેરી સમક્ષ રજૂઆત કરવા કુરાલી ગામના સરપંચ અન્ય ખેડૂતો સાથે રજૂઆત કરવા પહોંચ્યા છે.


Google NewsGoogle News