સુરત: બજેટની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરના ટીખળના આક્ષેપ
- સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરે કહ્યું મંજુરી આપો કોમેન્ટ કરનારાને તમાચો મારુ
સુરત, તા. 19 ફેબ્રુઆરી 2024, સોમવાર
સુરત પાલિકાની બજેટની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટર પર ટીપ્પણી કરવાનો આક્ષેપ ફરી એક વાર થયો હતો. વિપક્ષી મહિલા કોર્પોરેટર બજેટ પર પોતાનો પક્ષ રજુ કરી રહ્યાં હતા ત્યારે શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા ટિપ્પણી કરવાનો આક્ષેપ થતાં મામલો ગરમાયો હતો અને સામે સામે આક્ષેપ થતાં સભા નો માહોલ ગરમાયો હતો.
બજેટની ખાસ સામાન્ય સભામાં વિપક્ષના કોર્પોરેટર બજેટ પર ચર્ચા કરી રહ્યાં હતા ત્યારે પાછળથી કેટલાક પુરુષ કોર્પોરેટરો કોમેન્ટ કરતા હોવાનો આક્ષેપ વિપક્ષના મહિલા કોર્પોરેટરે કર્યો હતો. આ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને ત્યાર બાદ બન્ને પક્ષે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામા આવતા મામલો ગરમાયો હતો. દરમિયાન એક મહિલા કોર્પોરેટરે તો ઉશ્કેરાઈ ને ત્યાં સુધી કહી દીધું હતું કે મને તમે મંજુરી આપો તો ત્યાં જઈને કોમેન્ટ કરનારાને તમાચો મારી દઉ. જોકે, આ મુદ્દે સામે પક્ષે શાસક પક્ષની મહિલાઓ પણ સામે જવાબ આપતાં ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ મેયરે રુલીંગ આપીને મામલો શાંત પાડ્યો હતો અને ત્યાર બાદ સભાની કાર્યવાહી આગળ ચાલી હતી.