Get The App

પોરબંદરની ચોપાટીએ 19મીએ લશ્કરની ત્રણેય પાંખ દ્વારા દિલધડક કવાયત યોજાશે

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
પોરબંદરની ચોપાટીએ 19મીએ લશ્કરની ત્રણેય પાંખ દ્વારા દિલધડક કવાયત યોજાશે 1 - image


રક્ષા રાજયમંત્રીની ઉપસ્થિતમાં સંયુકત વિમોચન-2024એકસરસાઈઝ યોજાશે   તૈયારીના ભાગરૂપે હેલિકોપ્ટર તથા જહાજોના આંટાફેરાથી લોકોમાં ભારે કૂતુહલઃ લશ્કર દ્વારા રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરાશે 

પોરબંદર, : પોરબંદરની ચોપાટી પર 19 નવેમ્બરે સંયુકત વિમોચન- 2024 એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષા રાજયમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહેશે. લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે થઈ રહેલા હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. 

દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ. દ્વારા  સંયુકત એકસરસાઈઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવશે. સમગ્ર આયોજનને લઈને હાલ ચોપાટી ખાતે આર્મી સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમ આવી પહોંચી છે. જેના દ્વારા એકસરસાઈઝ શરૂ થતા પહેલા હાલ તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગરૂપે ચોપાટી નજીક સમુદ્રમાં અનેક જહાજ અને આકાશમાં હેલીકોપ્ટર સતત આંટાફેરા કરી રહ્યા છે. જે ચોપાટી ખાતે આવતા લોકોમાં કૂતુહલનું કેન્દ્ર બન્યા છે. ચોપાટી રાજમહેલની પાછળના ભાગે સગમ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. 

તા. 19 નવેમ્બરે સવારે 10.30 કલાકે રક્ષા રાજયમંત્રી સંજય શેઠની ઉપસ્થિતિમાં ચોપાટી બીચ ઉપર યોજાનારી એન્યુઅલ જોઈન્ટ હ્યુમન આસીસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રીલીફ એકસરસાઈઝ (સંયુકત વિમોચન-2024નો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે તેની સાથોસાથ સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. ડિઝાસ્ટર રીસ્પોન્સ ટુલ્સ, વિવિધ તબીબી સાધનો, સર્વાઈવલ ઈકવીપમેન્ટ, શોધ અને બચાવ માટેના સાધનો, એડવાન્સ કોમ્યુનિકેશન સીસ્ટમ, ડિઝાસ્ટર લોજીસ્ટીક સોલ્યુશન્સ, કલીન એન્ડ ગ્રીન એનર્જી, સ્મોલ આર્મ્સ, ફાયર પાવર સહિત વિવિધ પ્રકારની આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત થશે. 

ભારતના અન્ય મિત્ર દેશો પણ જોડાશે

ઈન્ડીયન આર્મી, ફીકકી ઈન્ડસ્ટ્રી એકસપોઝીશન, 'સંયુક્ત વિમોચન-2024'નો નવેમ્બર-19ના ચોપાટી બીચ પર પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઈવેન્ટમાં ભાગ લેવાવાળા ભારતના મિત્રદેશોમાં કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ,  મલેસીયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ પણ જોડાશે.


Google NewsGoogle News