સુરતના મેયર ડરપોક છે અથવા ગુલામ છે તેવું બોલતા વિપક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરાયા
- વિરોધ પક્ષના સભ્યોએ સબખંડ બહાર મેયરની હાય હાય બોલાવી
સુરત, તા. 27 માર્ચ 2023 સોમવાર
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કામ પર ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ મેયરને ડરપોક અથવા ગુલામ કહેતા સભા તોફાની બની હતી. આ મુદ્દે વિપક્ષના સભ્યોએ માફી નહીં માંગતા મે અરે તમામ વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. વિરોધ પક્ષના સભ્યોએ સભાખંડ બહાર મેયરની હાય હાય બોલાવી હતી.
સુરતના મેયર ડરપોક છે અથવા ગુલામ છે તેવું બોલતા વિપક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરાયા#Surat #Mayor #OppositionMembers #Suspend#SuratMunicipalCorporation pic.twitter.com/X8abAgGDNj
— Gujarat Samachar (@gujratsamachar) March 27, 2023
સુરત મહાનગરપાલિકાના સરદાર ખંડમાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા કામ રજૂ કરવાનો શરૂ કરાયું હતું. એક કામની રજૂઆતમાં વિરોધ પક્ષના સભ્ય મહેશ અણગડે ખજોદના કચરાના ઢગ ખાલી કરવા મુદ્દે કૌભાંડ જ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન તેઓએ સુરતના મેયર ડરપોક છે અથવા ગુલામ છે તેવી કરતાં સભા તોફાની બની હતી.
ભાજપના મહિલા કોર્પોરેટરોએ આ મેયર અને મહિલાનું અપમાન છે તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. મેયર એ વિપક્ષના નેતા અને સભ્યોને શબ્દો પાછા ખેંચી અને માફી માંગવા જણાવ્યું હતું. જોકે વિપક્ષે માફી નહીં માંગતા વિપક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના સભ્યોએ સભાખંડની બહાર મેયરની હાય હાય બોલાવી હતી.