નવા અજમાના સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ સાથેની હરાજીનો જામનગરથી થયો પ્રારંભ : 1 મણનો 4551 નો ભાવ બોલાયો
Hapa Marketing Yard : જામનગરના હાપા યાર્ડમાં મગફળી બાદ આજે અજમાના વેચાણના શ્રી ગણેશ થયા હતા, અને સમગ્ર દેશભરમાં અજમાની સૌથી ઊંચી બોલી જામનગરમાં બોલાય છે. જેનો આજે પ્રારંભ થયો હતો, અને 10 મણ અજમાના વેચાણ માટે 1 મણનો 4,551 નો ઊંચો ભાવ બોલીને પ્રારંભ કરાયો છે.
હાપા યાર્ડ આજમાં માટે ગુજરાત તેમજ દેશ ભરમાં જાણીતું છે. અજમાના ભાવો હાપા યાર્ડમાંથી નક્કી થતા હોય છે. આજ રોજ હાપા યાર્ડમાં નવા અજમાની આવકના શ્રીગણેશ થયા છે. અમરેલી જિલ્લાના ઘનશ્યામનગર ( ખાંભા) ગામના ખેડૂત મુન્નાભાઈ માધાભાઈનો 10 મણ અજમો આજે હરરાજીમાં રૂ.4,551 માં 1 મણના ભાવે વેચાયો છે. કમિશન એજન્ટ રવજીભાઈ કુરજીભાઈ એન્ડ કુ.માં આ અજમો આવ્યો હતો, અને જામનગરના નથવાણી બ્રધર્સ ખરીદનાર હતા.