Get The App

પાણીની લાઈન નાખવાને કારણે આજવા રોડ બંધ રહેશે: વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
પાણીની લાઈન નાખવાને કારણે આજવા રોડ બંધ રહેશે: વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ 1 - image


Image: Freepik

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સયાજી પાર્કના રસ્તા પરથી પાણીની લાઈન પસાર કરીને રામદેવ નગર ત્રણ રસ્તા સુધી લાવવાની છે. જેથી આવતીકાલ તા. ૨૬થી શરૂ કરાશે. પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થતા સુધી રસ્તાની એક બાજુની લાઈન બંધ રહેશે. પરિણામે આ કામગીરી દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. 

ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકાના પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના પાણીના વિવિધ સોર્સિંગ ફેસ- ૨ની કામગીરી હેઠળ પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ કામગીરીમાં સૂચિત પાણીની લાઈન આજવા બેલેન્સિંગ રિઝરવોયરથી આજવા મેઇન રોડ ક્રોસિંગ કરીને સયાજી પાર્કના રસ્તા પરથી રણુજાનગર પાસેના રસ્તા પરથી પાણીની લાઈન પસાર કરીને રામદેવ નગર ત્રણ રસ્તા સુધી લાવી શેષ નારાયણ સોસાયટી પાસેથી પસાર કરીને ન્યુ વીઆઇપી રોડ ક્રોસ કરી પાઇપ લાઇન નાખવાની કામગીરી કરવાની છે જેથી પાઇપ લાઇનની એલાઇનમેન્ટમાં આવતીકાલ તા. ૨૬થી કામગીરીનું આયોજન છે જેથી કામગીરી પૂર્ણ થતા સુધી રસ્તાની એક સાઈડ બંધ રહેશે તથા કામગીરી દરમિયાન વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અંગે પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News