Get The App

ગુજરાતમાં પણ NCPના બે ભાગ, અજિત જૂથે નવા પ્રમુખની કરી જાહેરાત, બોસ્કી શરદ પવાર જૂથમાં રહેશે

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં પણ NCPના બે ભાગ, અજિત જૂથે નવા પ્રમુખની કરી જાહેરાત, બોસ્કી શરદ પવાર જૂથમાં રહેશે 1 - image


મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)માં બે ફાંટા પડ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી અજિત પવાર જૂથ સક્રિય નહોતું, પરંતુ હવે અજિત પવારની NCPએ ગુજરાતમાં પોતાના નવા સંગઠનની રચના કરી છે. જે હેઠળ ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરાઈ છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધી NCP ગુજરાતના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી હતા. પરંતુ હવે જયંત બોસ્કી (પટેલ) જૂથ શરદ પવાર જૂથ તરીકે ગુજરાતમાં ઓળખાશે. તો આ સાથે અજિત પવારના સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને શહેર પ્રમુખોની પણ નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાતમાં ચૂંટણી લડશે અજિત પવારની NCP

ગુજરાતમાં આગામી ચૂંટણી પહેલા NCP અજિત પવાર જૂથ સક્રિય થયું છે. ગુજરાતમાં આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં NCP અજીત પવાર જૂથ ઝંપલાવશે. તે પણ ગુજરાતમાં ગઠબંધન વગર એકલા હાથે NCP જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. NCP જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નશાબંધી, યુવાઓ, ખેડૂતોના પ્રશ્નો પ્રજા વચ્ચે લઈને જશે. જો કે બીજી તરફ જયંત બોસ્કી દ્વારા હજુ સુધી શરદ પવાર જૂથ અંગે કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી.

આ પણ વાંચો : મહાયુતિ પર સંકટ? શિંદેની શિવસેનાનું 'બળવાખોર' જેવું વલણ, ડેપ્યુટી CM પદ સ્વીકારવા ઈનકાર

NCP

Google NewsGoogle News