વડોદરા: ભારતીય વાયુસેનાનો દિલધડક એર શો, જુઓ Video
વડોદરા, તા. 05 નવેમ્બર 2022 શનિવાર
વડોદરામાં આજે ભારતીય વાયુસેનાના દિલધડક એર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાયુસેનાની સૂર્યકિરણ એરોબિટીક ટીમના પાયલોટસે પોતાના વિમાનો સાથે શ્વાસ અધ્ધર થઈ જાય તેવા આકાશી કરતબ દેખાડ્યા હતા.
વડોદરામાં આ પહેલા પણ 2018માં સૂર્યકિરણ ટીમે એર શો યોજ્યો હતો. સૂર્યકિરણ ટીમે આકાશમાં બેરલ લુપ, હાર્ટ, ડાયમંડ જેવા અલગ અલગ ફોરમેશન દેખાડ્યા હતા. આ વખતે એર શો માટે વિમાનોએ અમદાવાદ થી ઉડાન ભરી હતી.15 મિનિટમાં અમદાવાદથી વડોદરા આવીને વિમાનોએ પોતાના કરતબ બતાવ્યા હતા.