Get The App

ગુજરાતમાંથી દિવાળી ટાણે ફરવા જવાનાં અનેક સ્થળે હવા પ્રદૂષિત

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાંથી દિવાળી ટાણે ફરવા જવાનાં અનેક સ્થળે હવા પ્રદૂષિત 1 - image


અમદાવાદ, સુરતમાં ઈન્ડેક્સ 175  આસપાસ, રાજકોટમાં 100 થી વધારે :  મોટાભાગના પેકેજ ટૂરમાં દિલ્હીનો સમાવેશ અને ત્યાં સાજા માણસોને બીમાર પાડે તેવી પ્રદૂષણની પરાકાષ્ટા : જયપુર, ઉદયપુર, આગ્રા, પ્રયાગરાજ, ઉજ્જૈન જેવા શહેરોમાં પણ પ્રદૂષણ 

રાજકોટ, : શહેરીજીવનની રોજબરોજની ઘટમાળથી કંટાળીને લોકો હવા ખાવા હરવા ફરવાના સ્થળોએ ઉમટી પડતા હોય છે જેના પગલે પરંતુ, લોકો જ્યાં ફરવા જાય છે અથવા પેકેજ ટૂરમાં જે સ્થળો સમાવિષ્ટ કરાતા હોય છે ત્યાંની હવા ખાવા જેવી એટલે કે શ્વાસમાં લેવા જેવી શુધ્ધ ઓછી રહી છે. 

ગુજરાતમાં આજે સાંજની સ્થિતિએ અમદાવાદમાં મણીનગર ખાતે એર ક્વોલિટી ઈન્ડેક્સ (જે 50થી નીચે હોય તો હવા સારી ગણાય) 184 અને મહત્તમ 340 નોંધાયો હતો, જ્યારે સુરતમાં મહત્તમ આંક 367 અને એવરેજ 186 નોંધાયો છે. રાજકોટનો આંક કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જારી કરતું નથી પણ મનપાના સેન્સરો મૂજબ મોટાભાગના ચોકમાં આ આંક 100થી ક્યારેક 200 સુધી પહોંચી જાય છે.

જો કે, દિવાળીએ રાજ્યના શહેરોમાં એક તો લોકો ફરવા ઉપડી જતા હોય છે અને બીજી તરફ ધંધાકીય,શૈક્ષણિક પ્રવૃતિમાં વિરામ આવતા ભારે વાહનની અવરજવર નહીવત્ થઈ જાય છે તે કારણે શહેરોના આવા વિસ્તારોમાં પ્રદુષણ ઘટતું હોય છે અને માર્ગો સ્વચ્છ અને વિશાળ ભાસતા હોય છે. 

મોટાભાગના ટૂર દિલ્હીથી અને રાજ્યમાં અમદાવાદથી શરુ થતા હોય છે તેમાં પ્રવાસના આરંભે જ પ્રદુષણ સહન કરવુ પડે છે. ઉપરાંત પેકેજ્ડ ટૂર જેમાં નિયત રકમમાં એક સાથે અનેક સ્થળોએ પ્રવાસ ગોઠવાતો હોય છે તેમાં સૌરાષ્ટ્રમાંથી મોટાભાગના ટુર ઓપરેટર દિલ્હીનો સમાવેશ કરતા હોય છે જ્યાં એક-બે દિવસનો હોલ્ટ હોય છે. આ વખતે ડીઝલ બસોને પ્રવેશબંધી હોય દિલ્હીની બહાર બસો ઉભી રાખીને લોકોને પોતાના ખર્ચે ચાંદની ચોક,લાલ કિલ્લો,અક્ષર મંદિર સહિતના સ્થળે ફરવા જવુ પડશે. આ દિલ્હીમાં પ્રદુષણનો આંક મહત્તમ 500 સુધી મપાય છે એટલો પહોંચી જાય છે, અર્થાત્ પરાકાષ્ટારૂપ પ્રદુષણ છે. આજે સાંજે પણ આ આંક સરેરાશ 431 અને મહત્તમ 500 નોંધાયો હતો. જે સૂચવે છે કે સાજા માણસો પણ તેમાં રહેવાથી બિમાર પડી શકે.  આ ઉપરાંત પ્રવાસમાં જેનો સમાવેશ થતો રહ્યો છે તે જયપુર, ઉદયપુર, આગ્રા, પ્રયાગરાજ ઉપરાંત ઉજ્જૈન, વારાણસી, હરિદ્વારમાં પણ આંશિક પ્રદુષણ હોય છે. 


Google NewsGoogle News