જૂનાગઢ શિવરાત્રીના મેળામાં AI બનશે મદદરૂપ, શ્રદ્ધાળુઓ WhatsAppની મદદથી કરી શકશે પાર્કિંગ
Junagadh Police : રાજ્યમાં મહાશિવરાત્રી પર્વ પર જૂનાગઢ ખાતે યોજાનારા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે, ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને પાર્કિંગ સહિતની સુવિધા મળી રહે તે માટે જૂનાગઢ પોલીસે AI ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં ટેક્નોલોજી દ્વારા પોલીસકર્મીઓની કામની વહેંચણી અને નિરક્ષણ રાખવામાં આવશે. Parkeasy ચેટબોટના માધ્યમથી QR કોડ સ્કેન કરીને WhatsAppમાં મેસેજ કરતાની સાથે શ્રદ્ધાળુઓને પાર્કિંગની સુવિધા મળી રહેશે.
AI ટેક્નોલોજી દ્વારા પાર્કિંગની સુવિધા મળશે
જૂનાગઢમાં ખાતે આગામી મહાશિવરાત્રીના મેળામાં રાજ્યભરમાં લાખો શ્રદ્ધાળુઓ આવશે. અલગ-અલગ જિલ્લામાંથી આવતા શ્રદ્ધાળુઓને પોતાના વાહનો પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસે AI ટેકનોલોજીના અપનાવી છે. જેમાં Parkeasy ચેટબોટનો ઉપયોગ કરાયો છે. શ્રદ્ધાળુઓ QR કોડ સ્કેન કરીને નજીકમાં પાર્કિંગની સુવિધા મેળવી શકશે. જેમાં QR કોડ સ્કેન કરતાં, WhatsApp ચેટબોટ ખુલશે, આ પછી તેમાં શ્રદ્ધાળુઓએ 'Hi' મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ તેમને જવાબમાં પોતાના જે-તે જિલ્લાની પસંદગી કરવા જણાવશે અને તેમાં ક્લિક કરતાં જે-તે જગ્યાએ પાર્કિંગ માટેનું ઓટોમેટિક લોકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. જેના થકી શ્રદ્ધાળુઓ આપેલા લોકેશન પર પોતાનું વાહન પાર્કિંગ કરી શકશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'AI ટેકનોલોજીના ઉપયોગથી Parkeasy ચેટબોટ કામ કરશે. આ ટેક્નોલોજીના ઉપયોગથી યાત્રિકો માટે ઈ-પાસ મેળવીને મેળામાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે ઈ બંદોબસ્ત એપ્લિકેશનના માધ્યમથી મેળામાં બંદોબસ્ત માટે આવતા તમામ પોલીસકર્મીઓને એપ્લિકેશનના માધ્યમથી પોતાના કામની ફરજ, જરૂરી જાણકારી સહિત તેમની હાજરી પણ તેમાંથી પૂરવામાં આવશે.'