Get The App

વડોદરાની ફાર્મા મટીરીયલ કંપની સાથે અમદાવાદની મહિલાએ 5.13 કરોડ રૂપિયાની ઠગાઈ કરી

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
વડોદરાની ફાર્મા મટીરીયલ કંપની સાથે અમદાવાદની મહિલાએ 5.13 કરોડ રૂપિયાની ઠગાઈ કરી 1 - image


Vadodara Fraud Case : વડોદરામાં ફાર્મા મટીરીયલના ટ્રેડીંગનો ધંધો કરતા વેપારી સાથે સાથે અમદાવાદની મહિલાએ રૂ.5.13 કરોડની ઠગાઇ કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

 વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં હર્ષદભાઇ શિવાભાઇ સોલંકી (રહે. બીલ ગામ, વડોદરા)એ ડી.એમ. કોર્પોરેશનના પ્રોપરાઇટર શિતલબેન ગોપાલભાઇ પંચાલ (રહે. સુમેલ-6, જ્યુપીટલ મીલ કમ્પાઉન્ડ, દુધેશ્વર રોડ, અમદાવાદ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું નીયોન ટેક્નોલોજી કંપનીમાં ભાગીદાર છું. અમારી ફર્મ ફાર્માસ્યુટીકલ્સ રો-મટીરીયલ્સ સંબંધી કામ કરે છે. કંપનીમાં ચાર ભાગીદાર છે અને કંપની દ્વારા બ્રોકર સાથે મળીને કુલ રૂ.11 કરોડની કિંમતના અલગ-અલગ ફાર્મા મટીરીયલ આપ્યું હતું. ફેબ્રુઆરી-2024 થી જુન-2024 સુધીમાં આ માલ આપવામાં આવ્યો હતો. તેમને મોકલેલા માલની ગુણવત્તા તથા જથ્થા અંગે કોઇ વાંધો કે તકરાર સામે આવી ન હતી.

 શિતલ પંચાલ દ્વારા શરૂઆતના સમયમાં નિયમીત પેમેન્ટ કરવામાં આવતું હતું. ત્યાર બાદ તેઓ પેમેન્ટ નહીં આપી વાયદાઓ કરતા હતા. તેમણે આપેલા ચેકો પણ રીટર્ન થતા સમજુતી કરાર કર્યા હતા. શીતલ પંચાલ દ્વારા 11 અલગ-અલગ ચેકો આપવામાં આવ્યા હતા. તે પૈકી એક પણ ચેક અમારા ખાતામાં જમા થયો નથી. તમામ ચેક રીટર્ન થયા છે.

 શિતલ પંચાલની વધુ તપાસ કરતા તેમની સામે અમદાવાદ, ડીસીબી પોલીસ મથક, સુરત, કિમ પોલીસ મથક, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના મળીને 4 કેસો નોંધાયેલા છે.


Google NewsGoogle News